Connect Gujarat
દેશ

દેશમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાના 41,831 કેસ નોંધાયા, 541 દર્દીનાં મોત

છેલ્લા 24 કલાકમાં દેશમાં 41,831 નવા પોઝિટિવ કેસો નોંધાયા છે. આ ઉપરાંત કોવિડ-19ના કારણે 541 દર્દીઓએ પોતાના જીવ ગુમાવ્યા છે.

દેશમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાના 41,831 કેસ નોંધાયા, 541 દર્દીનાં મોત
X

રવિવાર સવારે સ્વાસ્થ્ય મંત્રાલય દ્વારા જાહેર કરવામાં આવેલા આંકડાઓ મુજબ, છેલ્લા 24 કલાકમાં દેશમાં 41,831 નવા પોઝિટિવ કેસો નોંધાયા છે. આ ઉપરાંત કોવિડ-19ના કારણે 541 દર્દીઓએ પોતાના જીવ ગુમાવ્યા છે. દેશમાં હવે કુલ સંક્રમિતોની સંખ્યા વધીને 3,16,55,824 થઈ ગઈ છે. બીજી તરફ, દેશમાં કુલ 47,02,98,596 લોકોને કોરોના વેક્સીનના ડોઝ આપવામાં આવ્યા છે.

કોરોના વાયરસ મહામારી સામે લડીને 3 કરોડ 8 લાખ 20 હજાર 521 લોકો સાજા પણ થઇ ચૂક્યા છે. 24 કલાકમાં 39,258 દર્દીઓને ડિસ્ચાર્જ કરવામાં આવ્યા છે. ભારતમાં હાલ રિકવરી રેટ 97.36 ટકા છે. હાલમાં 4,05,155 એક્ટિવ કેસ છે. બીજી તરફ, અત્યાર સુધીમાં કુલ 4,24,351 લોકોનાં કોરોના વાયરસના કારણે મોત થયા છે.

ઈન્ડિયન કાઉન્સિલ ઓફ મેડિકલ રિસર્ચએ જાહેર કરેલા આંકડાઓ મુજબ, 31 જુલાઈ, 2021 સુધીમાં ભારતમાં કુલ 46,82,16,510 કોરોના સેમ્પલનું ટેસ્ટિંગ કરવામાં આવ્યું છે. શનિવારના 24 કલાકમાં 17,89,472 સેમ્પલનું ટેસ્ટિંગ કરવામાં આવ્યું છે.

ગુજરાતમાં કોરોના કેસોની વાત કરીએ તો, છેલ્લા 24 કલાકમાં કોરોના વાયરસના નવા 27 કેસ નોંધાયા છે. જેની સામે 35 દર્દીઓ સાજા થયા છે. 24 કલાકમાં રાજ્યમાં કોવિડ-19ના કારણે એકપણ દર્દીનું મોત થયું નથી. રાજ્યમાં કુલ મૃત્યુઆંક 10076 થયો છે. રાજ્યમાં સાજા થવાનો દર 98.75 ટકા છે. અત્યાર સુધીમાં 3,32,66,850 ડોઝ કોરોના વેક્સીનના આપવામાં આવ્યા છે. શનિવારે કુલ 3,08,647 વ્યક્તિઓનું રસીકરણ થયું છે. રાજ્યમાં જુલાઇ મહિના દરમિયાન વિક્રમજનક 75,06,756 રસીના ડોઝ આપવામાં આવ્યા છે. પ્રતિ મિલિયન રસીકરણમાં ગુજરાત સમગ્ર દેશમાં પ્રથમ છે.

ગુજરાતમાં નવા કોરોના વાયરસ કેસમાં અમદાવાદમાં 10, સુરતમાં 2, વડોદરામાં 3, રાજકોટમાં 1, ગાંધીનગર, જૂનાગઢમાં 2-2, અમરેલી, આણંદ, ભરૂચ, જામનગર, કચ્છ, નર્મદા, પંચમહાલમાં 1-1 સહિત કુલ 27 કેસ નોંધાયા છે. બીજી તરફ અમદાવાદમાં 5, સુરતમાં 5, વડોદરામાં 5, જૂનાગઢ, ગીર સોમનાથ, અમરેલીમાં 3-3, દાહોદ, રાજકોટ, કચ્છ, જામનગરમાં 2-2, બોટાદ, સુરેન્દ્રનગરમાં 1-1 સહિત કુલ 35 દર્દીઓએ કોરોના વાયરસને મ્હાત આપી છે. ગુજરાતમાં અત્યારે કુલ 252 દર્દીઓ એક્ટિવ પેશન્ટ તરીકે દાખલ છે, જેમાં 6 દર્દીઓ વેન્ટીલેટર પર છે. રાજ્યમાં 246 દર્દીઓ સ્ટેબલ છે. રાજ્યમાં અત્યાર સુધીમાં 814549 દર્દીઓને ડિસ્ચાર્જ કરવામાં આવ્યા છે.

Next Story