Connect Gujarat
દેશ

કર્ણાટક: હિજાબ વિવાદ અલ્પસંખ્યક વિભાગે લીધો મોટો નિર્ણય

અલ્પસંખ્યક વિભાગ દ્વારા સ્કૂલ અને કોલેજો ફરી શિક્ષણ શરૂ કરવા અપીલ કરવામાં આવી છે.

કર્ણાટક:  હિજાબ વિવાદ અલ્પસંખ્યક વિભાગે લીધો મોટો નિર્ણય
X

કર્ણાટકમાં અલ્પસંખ્યક કલ્યાણ વિભાગ દ્વારા આદેશ આપવામાં આવ્યો કે જ્યા સુધી હાઈકોર્ટનો આદેશ ન આવે ત્યા સુધી વિદ્યાર્થીઓ કોલેજોમાં બુરખો, ભગવો કે પછી અન્ય કોઈ પણ ધાર્મીક વસ્ત્રો પહેરીને નહી જઈ શકે.કર્ણાટકમાં અલ્પસંખ્યક કલ્યાણ વિભાગે આદેશ ન મળે ત્યા સુધી દરેક સ્કૂલોનાં વિદ્યાર્થીઓ હિજાબ, ભગવો, સ્કાફ અને ધાર્મિક ઝંડા તેમજ ધાર્મિક પ્રતીક વાળા ચિન્હ પહેરવા પર રોક લગાવી દીધી છે. અલ્પસંખ્યક વિભાગે ગુરુવારે મોડી સાંજે આ મામલે સર્ક્યુલર પણ જાહેર કર્યો છે. જેના કર્ણાટક હાઈકોર્ટનો અંતિમ આદેશન આવે ત્યા સુધી હિજાબ, બુરખા અને ભગવા પર પ્રતિબંધ લગાવામાં આવ્યો છે.

અલ્પસંખ્યક વિભાગ દ્વારા સ્કૂલ અને કોલેજો ફરી શિક્ષણ શરૂ કરવા અપીલ કરવામાં આવી છે. સાથેજ વિદ્યાર્થીઓ વર્ગખંડમાં બુરખો કે પછી ભગવા વસ્ત્રો પહેરીને ન આવવા જોઈએ તેવો આદેશ આપ્યો છે. આપને જણાવી દીએ કે અલ્પસંખ્યક વિભાગ દ્વારા એ સ્પષ્ટ કરી દેવામાં આવ્ચું છે કે તેમણે આપેલા આદેશ દરેક સંસ્થા પર લાગૂ રહેશે. જે કોલેજ કમિટી દ્વારા ડ્રેસ કોડ લાગૂ કરવામાં આવ્યો છે. ત્યા પણ હાઈકોર્ટનો આદેશ ન આવે ત્યા સુધી નિર્દેશોનું પાલન કરવું પડશે.

કર્ણાટકમાં હિજાબ વિવાદને લઈને હાઈકોર્ટમાં સુનાવણી યથાવત રાખવામાં આવી છે. અંતિમ નિર્ણય ન આવે ત્યા સુધી હિજાબ અને ભગવા તેમજ ધાર્મિક વસ્ત્રો પહેરવા પર પ્રતિબંધ લગાવામાં આવ્યો છે. તેમ છતા ઘણા બધી જગ્યાએ રાજ્યમાં હિજાબના સમર્થનમાં ધરણા પ્રદર્શન જેવી ઘટનાઓ સામે આવી રહી છે. ઉલ્લેખનીય છે કે હિજાબ પહેરલ વિદ્યાર્થીનીઓને જ્યારે વર્ગખંડમાં પ્રવેશ નથી આપવામાં આવતો ત્યારે પણ ઘણી સ્કૂલોમાં વિદ્યાર્થીનીઓ શિક્ષકો સાથે બોલાચાલી કરે છે તેવી ઘટનાઓ પણ સામે આવી છે. ગતરોજ પણ અમુક વિદ્યાર્થીનીઓએ હિજાબ પહેરીને વર્ગખંડમાં જવાની જિદ કરી હતી. ઉપરાંત બેલગાવી વિસ્તારમાં ધરણા-પ્રદર્શન થયું તો ચિક્કમગલુરુ વિસ્તારમાં હિજાબના સમર્થનમાં રેલી નિકળી હતી.

Next Story