Connect Gujarat
દેશ

કર્ણાટક: હિજાબ વિવાદમાં પ્રતિબંધનો વિરોધ કરી રહેલ 10 વિદ્યાર્થિનીઓ સામે પોલીસ ફરિયાદ

કર્ણાટક: હિજાબ વિવાદમાં પ્રતિબંધનો વિરોધ કરી રહેલ 10 વિદ્યાર્થિનીઓ સામે પોલીસ ફરિયાદ
X

કર્ણાટક હિજાબ વિશે ચાલતો વિવાદ અટકવાનું નામ જ નથી લેતો. મુસ્લિમ વિદ્યાર્થીનીઓ સતત હિજાબ પ્રતિબંધનો વિરોધ કરી રહી છે. આ દરમિયાન મળેલી માહિતી પ્રમાણે પોલીસે તિમકુરમાં કલમ 144ના નિયમ તોડવાના આરોપમાં 10 છોકરીઓ સામે ફરિયાદ નોંધી છે.પોલીસે જણાવ્યું કે, વિદ્યાર્થીનીઓ તુમકુરમાં ગર્લ્સ એમ્પ્રેસ સરકારી યુપી કોલેજ બહાર હિજાબ પ્રતિબંધનો વિરોધ કરતી હતી. તેમના પર સીઆરપીસીની કલમ 144નું ઉલ્લંઘન કરવાનો આરોપ લગાવવામાં આવ્યો છે.

પોલીસે જણાવ્યું કે, આ છોકરીઓ સામે આઈપીસીની કલમ 143, 145, 188 અને 149 અંતર્ગત ફરિયાદ દાખલ કરવામાં આવી છે.નોંધનીય છે કે, કર્ણાટક હિજાબ વિવાદ કેસમાં છેલ્લા છ દિવસથી હાઈકોર્ટમાં સુનાવણી ચાલી રહી છે. પરંતુ હજી આ વિવાદ વિશે કોઈ ઉકેલ આવ્યો નથી. હવે આ વિશે આગામી સુનાવણી 21 ફેબ્રુઆરીએ થવાની છે.

Next Story