Connect Gujarat
દેશ

KKR vs PBK : પંજાબ કિંગ્સે કોલકત્તા નાઇટ રાઇડર્સને 7 રનથી હરાવ્યું

KKR vs PBK : પંજાબ કિંગ્સે કોલકત્તા નાઇટ રાઇડર્સને 7 રનથી હરાવ્યું
X

પંજાબ કિંગ્સે કોલકાતા નાઈટ રાઈડર્સને હાર આપી હતી. કોલકાતા નાઈટ રાઈડર્સ સામે પંજાબ કિંગ્સે ડકવર્થ-લુઈસના નિયમ અનુસાર 7 રનથી જીત મેળવી હતી. કોલકાતા નાઈટ રાઈડર્સને જીતવા માટે 192 રનનો ટાર્ગેટ હતો, પરંતુ વરસાદને કારણે મેચ રોકવામાં આવી ત્યારે ટીમ 16 ઓવરમાં 7 વિકેટે 146 રન બનાવીને સંઘર્ષ કરી રહી હતી. જો કે આ પછી મેચ રમાઇ નહોતી. બાદમાં પંજાબ કિંગ્સને 7 રનથી વિજયી જાહેર કરવામાં આવ્યું હતું.

કોલકાતા નાઈટ રાઈડર્સ તરફથી ઓલરાઉન્ડર આન્દ્રે રસેલે 19 બોલમાં 35 રન બનાવ્યા હતા. તેણે પોતાની ઇનિંગમાં 3 ફોર અને 2 સિક્સર ફટકારી હતી. જ્યારે વેંકટેશ અય્યર 28 બોલમાં 34 રન બનાવીને પેવેલિયન પરત ફર્યો હતો. આ ખેલાડીએ પોતાની ઇનિંગમાં 3 ચોગ્ગા અને 1 છગ્ગા ફટકાર્યા હતા. જ્યારે કોલકાતા નાઈટ રાઈડર્સના કેપ્ટન નીતિશ રાણાએ 17 બોલમાં 24 રનનું યોગદાન આપ્યું હતું.

Next Story