મહારાષ્ટ્રમાં હવે દુકાનો પુનઃ ખોલવા માટે મંજૂરી આપવામાં આવી છે. જે જિલ્લાઓમાં કોરોનાના સંક્રમણનો દર ઓછો છે, ત્યાં રાત્રે 8 વાગ્યા સુધી દુકાનો ખોલવા માટે પરવાનગી આપવામાં આવી છે.
મહારાષ્ટ્રના મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરેએ જણાવ્યુ હતું કે, કોરોના મહામારીનું હાલ સંક્રમણ ઘટ્યું છે, તો સાથે જ કોરોના પ્રતિબંધોમાં ધીમેધીમે છૂટ આપવામાં આવી રહી છે. પરંતુ પ્રથમ તબક્કામાં મુંબઈ લોકલ ટ્રેનમાં સમાજના દરેક લોકોને મુસાફરી કરવાની પરવાનગી આપવાનું કઠીન રહેશે.
મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરેએ સાંગલીમાં પત્રકાર પરિષદને સંબોધતી વખતે આ માહિતી આપી છે. જોકે, ઓછા સમય માટે દુકાનો ખોલવાના કારણે ભીડ વધવાની ફરિયાદ હતી, ત્યારે હાલ તો દુકાનોને સવારે 7 વાગ્યાથી સાંજે 4 વાગ્યા સુધી ખુલ્લી રાખવા પરવાનગી આપવામાં આવી છે.