મોદી સરકારે દિવાળી પર કેન્દ્રીય કર્મચારીઓને આપી મોટી ભેટ, બોનસની કરી જાહેરાત

New Update
મોદી સરકારે દિવાળી પર કેન્દ્રીય કર્મચારીઓને આપી મોટી ભેટ, બોનસની કરી જાહેરાત

મોદી સરકારે દિવાળી પર કેન્દ્રીય કર્મચારીઓને મોટી ભેટ આપી છે. સરકારે 17 સપ્ટેમ્બરે દિવાળી બોનસની જાહેરાત કરી હતી. આ અંતર્ગત ગ્રુપ સી અને ગ્રુપ બી કેટેગરીના કર્મચારીઓને 30 દિવસના પગારની બરાબર રકમ મળશે.

નાણા મંત્રાલયે દિવાળીના અવસર પર કેન્દ્ર સરકારના કર્મચારીઓને બિન-ઉત્પાદકતા સાથે જોડાયેલ બોનસ (એડ-હોક બોનસ) આપવાની જાહેરાત કરી છે. કેન્દ્ર સરકારના ગ્રુપ બી અને ગ્રુપ સી હેઠળ આવતા નોન-ગેઝેટેડ એમ્પ્લોઈઝ (નોન-ગેઝેટેડ એમ્પ્લોઈઝ) કે જેઓ કોઈપણ ઉત્પાદકતા લિંક્ડ બોનસ સ્કીમ હેઠળ આવરી લેવામાં આવતા નથી, તેમને પણ આ બોનસ આપવામાં આવશે.

એડહોક બોનસનો લાભ કેન્દ્રીય અર્ધલશ્કરી દળોના તમામ પાત્ર કર્મચારીઓને પણ મળશે.

Read the Next Article

ઉત્તરાખંડના પિથોરાગઢમાં એક મોટી દુર્ઘટના, એક બોલેરો કાર ઊંડી ખીણમાં ખાબકી, આઠ લોકોના મોત

ઉત્તરાખંડના પિથોરાગઢમાં એક મોટી દુર્ઘટના બની છે, જેમાં એક બોલેરો કાર ઊંડી ખીણમાં ખાબકી હતી. આ અકસ્માતમાં આઠ લોકોના મોત થયા છે, જ્યારે પાંચ લોકો ઘાયલ થયા છે.

New Update
uttrakhnd

ઉત્તરાખંડના પિથોરાગઢમાં એક મોટી દુર્ઘટના બની છે, જેમાં એક બોલેરો કાર ઊંડી ખીણમાં ખાબકી હતી.

આ અકસ્માતમાં આઠ લોકોના મોત થયા છે, જ્યારે પાંચ લોકો ઘાયલ થયા છે. મળતી માહિતી મુજબ, બોલેરો કાર 150  મીટર ઊંડી ખીણમાં પડી  હતી. આ વાહન મુસાફરોથી ભરેલું હતું. આ અકસ્માત સોની બ્રિજ પાસે થયો હતો.

રાહત અને બચાવ કાર્ય શરુ

એવું કહેવામાં આવી રહ્યું છે કે આ બોલેરો ટેક્સી મુવાનીથી બક્તા જઈ રહી હતી. જેમાં 13 લોકો સવાર હોવાનું જાણવા મળ્યું છે. ઘટનાસ્થળે જ આઠ લોકોના મોત થયા છે. ઘટનાની માહિતી મળ્યા બાદ, વહીવટીતંત્રની ટીમ રાહત અને બચાવ કાર્ય માટે પહોંચી ગઈ છે. વહીવટીતંત્ર દ્વારા તમામ લોકોને બચાવી લેવામાં આવી રહ્યા છે.

મૃતકોની હજુ સુધી ઓળખ થઈ નથી

બોલેરો કાર ખીણમાં ખાબકી તેના કારણો શોધવામાં આવી રહ્યા છે. પોલીસ ઘટનાસ્થળે પહોંચી છે. પોલીસે જણાવ્યું હતું કે અકસ્માત એટલો ગંભીર હતો કે વાહનનો કચ્ચરઘાણ નિકળી  ગયો હતો. અકસ્માતમાં માર્યા ગયેલા લોકોની ઓળખ કરવામાં આવી રહી છે.

Latest Stories