Connect Gujarat
દેશ

સાંસદ સંજીવ અરોરાએ AAPના સાંસદ રાઘવ ચઢ્ઢા અને પરિણીતી ચોપરાને ટ્વિટ કરીને પાઠવી શુભેચ્છા, કહ્યું- મારી શુભકામનાઓ તમારી સાથે છે

ફોટો શેર કરતાં સંજીવે લખ્યું- હું રાઘવ ચઢ્ઢા અને પરિણીતી ચોપરાને હૃદયપૂર્વક અભિનંદન આપું છું. હું આશા રાખું છું કે તેઓ પ્રેમ અને આનંદથી એકબીજા સાથે રહે.

સાંસદ સંજીવ અરોરાએ AAPના સાંસદ રાઘવ ચઢ્ઢા અને પરિણીતી ચોપરાને ટ્વિટ કરીને પાઠવી શુભેચ્છા, કહ્યું- મારી શુભકામનાઓ તમારી સાથે છે
X

પરિણીતી ચોપરા અને આમ આદમી પાર્ટીના સાંસદ રાઘવ ચઢ્ઢા નજીકના સમયમાં જ સગાઈ કરી શકે છે. AAP સાંસદ સંજીવ અરોરાએ મંગળવારે સવારે 11 વાગ્યે ટ્વિટર પર કપલના ફોટા શેર કરીને કપલને અભિનંદન પાઠવ્યાં છે. ફોટો શેર કરતાં સંજીવે લખ્યું- હું રાઘવ ચઢ્ઢા અને પરિણીતી ચોપરાને હૃદયપૂર્વક અભિનંદન આપું છું. હું આશા રાખું છું કે તેઓ પ્રેમ અને આનંદથી એકબીજા સાથે રહે. મારી શુભકામનાઓ તમારી સાથે છે.' અત્યાર સુધી પરિણીતી અને રાઘવે આ સંબંધ પર ખુલીને કંઈ કહ્યું નથી. આ સ્થિતિમાં, પોસ્ટ સામે આવ્યા પછી, ચાહકો કપલની પ્રતિક્રિયાની રાહ જોઈ રહ્યા છે.

Next Story