Connect Gujarat
દેશ

મુંબઇ : લતા મંગેશકરનો પાર્થિવ દેહ પંચ મહાભુતમાં વિલિન, ભાઈએ આપી મુખાગ્નિ

ભારતની વોઈસ નાઈતેંગલ લતા મંગેશકર હવે કાયમ માટે જતાં રહ્યા છે. લતા મંગેશકરના અંતિમ સંસ્કાર મુંબઈના શિવાજી પાર્કમાં થયા હતા.

મુંબઇ : લતા મંગેશકરનો પાર્થિવ દેહ પંચ મહાભુતમાં વિલિન, ભાઈએ આપી મુખાગ્નિ
X

ભારતની વોઈસ નાઈતેંગલ લતા મંગેશકર હવે કાયમ માટે જતાં રહ્યા છે. લતા મંગેશકરના અંતિમ સંસ્કાર મુંબઈના શિવાજી પાર્કમાં થયા હતા. આ અંતિમયાત્રામાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીથી લઈને બોલિવૂડ સુપરસ્ટાર શાહરૂખ ખાન, આમિર ખાન, અનુપમ ખેર, ગીતકાર જાવેદ અખ્તર અને પૂર્વ ક્રિકેટર સચિન તેંડુલકર પણ પહોંચ્યા હતા. લતા મંગેશકરને ગોધુલી બેલા ખાતે સશસ્ત્ર સલામી અને સંપૂર્ણ રાજ્ય સન્માન સાથે અંતિમ સંસ્કાર કરવામાં આવ્યા હતા. ભાઈ હૃદયનાથ મંગેશકરે લતા મંગેશકરને અગ્નિદાહ આપ્યો. હવે લતા મંગેશકર કાયમ માટે પંચતત્વમાં ભળી ગયા છે.

Next Story