Connect Gujarat
દેશ

દેશભરમાં "રાષ્ટ્રીય મતદાતા દિવસ"ની કરાશે ઉજવણી, રાજ્ય કક્ષાએ યોજાશે વિવિધ કાર્યક્રમ...

ભારત દેશમાં વર્ષે ૨૫મી જાન્યુઆરીનો દિવસ રાષ્ટ્રીય મતદાતા દિવસ તરીકે ઉજવવામાં આવે છે.

દેશભરમાં રાષ્ટ્રીય મતદાતા દિવસની કરાશે ઉજવણી, રાજ્ય કક્ષાએ યોજાશે વિવિધ કાર્યક્રમ...
X

ભારત દેશમાં વર્ષે ૨૫મી જાન્યુઆરીનો દિવસ રાષ્ટ્રીય મતદાતા દિવસ તરીકે ઉજવવામાં આવે છે. આગામી ૨૫મી જાન્યુઆરી-૨૦૨૨ના રાજ્યભરના વિવિધ જિલ્લા તેમજ તાલુકા કક્ષાએ ૧૨મા રાષ્ટ્રીય મતદાતા દિવસની ઉજવણી કરવામાં આવશે.

રાષ્ટ્રીય મતદાતા દિવસની ઉજવણી અંતર્ગત જુદી જુદી પ્રવૃત્તિઓના ભાગરૂપે જિલ્લાની શાળાઓ/કોલેજોમાં વિવિધ સ્પર્ધાઓનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં વિજેતાઓને પુરસ્કાર એનાયત કરવામાં આવશે. આ દિવસે રાજ્ય કક્ષાએ પણ રાજ્યપાલના અધ્યક્ષસ્થાને કાર્યક્રમ યોજાશે. જેમાં જિલ્લાની તમામ કચેરીઓ/શાળાઓ/કોલેજો ઓનલાઈન માધ્યમથી જોડાશે. આ વર્ષે ભારતીય ચૂંટણીપંચે આ કાર્યક્રમની ઉજવણી ચાલો ચૂંટણી પ્રક્રિયાને સમાવિષ્ટ, સુગમ અને સહભાગી બનાવીએ થીમ પર ઉજવવાનું નક્કી કર્યું છે, ત્યારે રાષ્ટ્રીય મતદાતા દિવસની ઉજવણી સરકારની ગાઈડલાઇન સાથે કરવામાં આવે તે માટે તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે.

Next Story
Share it