Connect Gujarat
દેશ

ઓપરેશન ગંગા : મોદી સરકાર 4 કેન્દ્રિય પ્રધાનોનેયુક્રેનના પાડોશી દેશોમાં મોકલશે

યુક્રેનમાં ફસાયેલા 249 વિદ્યાર્થીઓ અને અન્ય ભારતીય નાગરિકોને લઈને એર ઈન્ડિયાની 5મી ફ્લાઈટ આજે સવારે દિલ્હી પહોંચી હતી.

ઓપરેશન ગંગા : મોદી સરકાર 4 કેન્દ્રિય પ્રધાનોનેયુક્રેનના પાડોશી દેશોમાં મોકલશે
X

યુક્રેનમાં ફસાયેલા 249 વિદ્યાર્થીઓ અને અન્ય ભારતીય નાગરિકોને લઈને એર ઈન્ડિયાની 5મી ફ્લાઈટ આજે સવારે દિલ્હી પહોંચી હતી. રોમાનિયાના બુખારેસ્ટથી એર ઈન્ડિયાની ફ્લાઈટ નંબર AI 1942 સોમવારે સવારે લગભગ 6:30 વાગ્યે દિલ્હીના ઈન્દિરા ગાંધી ઈન્ટરનેશનલ એરપોર્ટ પર લેન્ડ થઈ હતી.યુક્રેનમાં ફસાયેલા ભારતીયોને એરલિફ્ટ કરવા માટે સરકાર દ્વારા ઓપરેશન ગંગા ચલાવવામાં આવી રહ્યું છે. આ અંતર્ગત 4 ફ્લાઈટમાંથી 1,147 લોકોને પહેલેથી જ ભારત લાવવામાં આવ્યા છે. રવિવારે પહોંચેલી 3 ફ્લાઈટમાંથી 928 ભારતીયો વતન પહોંચ્યા હતા.ઓપરેશન ગંગા માટે હવે 4 કેન્દ્રિય પ્રધાનોને યુક્રેનના પાડોશી દેશોમાં મોકલવાનો નિર્ણય લેવામાં આવ્યો છે, જેમાં વી.કે.સિંહ,જ્યોતિરાદિત્ય સિંધિયા,હરદીપ પૂરી અને કિરણ રિજ્જિજુનો સમાવેશ થાય છે

Next Story