Connect Gujarat
દેશ

PM મોદીએ 'મન કી બાત' માટે સૂચનો માંગ્યા, તમે આ નંબર પર કરી શકો છો સંપર્ક

પીએમ નરેન્દ્ર મોદી આ મહિને પણ દેશવાસીઓ સાથે તેમની 'મન કી બાત' કરવાના છે.

PM મોદીએ મન કી બાત માટે સૂચનો માંગ્યા, તમે આ નંબર પર કરી શકો છો સંપર્ક
X

પીએમ નરેન્દ્ર મોદી આ મહિને પણ દેશવાસીઓ સાથે તેમની 'મન કી બાત' કરવાના છે. PM મોદીએ મન કી બાત કાર્યક્રમ માટે દેશવાસીઓ પાસેથી સૂચનો માંગ્યા છે. વડાપ્રધાન કાર્યાલય (PMO)એ આ માહિતી આપી છે.

પીએમઓએ માહિતી આપી હતી કે વડાપ્રધાને લોકોને મન કી બાતના આગામી એપિસોડ માટે મહત્વપૂર્ણ વિષયો અને મુદ્દાઓ પર તેમના મંતવ્યો શેર કરવા આમંત્રણ આપ્યું છે. MyGov નમો એપ દ્વારા વિચારો શેર કરી શકાય છે અથવા મેસેજ રેકોર્ડ કરવા માટે 1800-11-7800 ડાયલ કરો.

જણાવી દઈએ કે પીએમ મોદીની 'મન કી બાત'ના 87 એપિસોડ પૂરા થઈ ગયા છે. 'મન કી બાત' દ્વારા પીએમ દર મહિને રેડિયો કાર્યક્રમ દ્વારા પોતાનું સંબોધન આપે છે. તે દર મહિનાના છેલ્લા રવિવારે સવારે 11 વાગ્યે પ્રસારિત થાય છે. આ કાર્યક્રમ આ મહિનાના છેલ્લા રવિવારે એટલે કે 24મી એપ્રિલે 88મી વખત ટેલિકાસ્ટ કરવામાં આવશે. ઓલ ઈન્ડિયા રેડિયો ઉપરાંત, મન કી બાતનું દૂરદર્શન સમાચાર, વડાપ્રધાન કાર્યાલય અને માહિતી અને પ્રસારણ મંત્રાલયની યુટ્યુબ ચેનલો પર પણ લાઈવ પ્રસારણ કરવામાં આવે છે. ગયા મહિને 'મન કી બાત' કાર્યક્રમમાં પીએમએ વિશ્વ બજારમાં સ્વદેશી ઉત્પાદનોની વધતી માંગનો ઉલ્લેખ કર્યો હતો. મોદીએ કહ્યું હતું કે સ્થાનિક બજારમાં તેમજ વિશ્વ બજારમાં સ્વદેશી ઉત્પાદનોની માંગ અપેક્ષા મુજબ વધશે જ્યારે તેમની ગુણવત્તામાં સુધારો થશે અને તેઓ ઉત્પાદકતાના સંદર્ભમાં આંતરરાષ્ટ્રીય સ્પર્ધાને પહોંચી વળશે. એ નોંધવું જોઇએ કે આ દિશામાં ઘણું કામ કરવાનું બાકી છે.

Next Story