Connect Gujarat
દેશ

ઈન્ડિયા ગેટ પર PM મોદીએ નેતાજીની હોલોગ્રામ સ્ટેચ્યૂનું અનાવરણ કર્યું

નેતાજીની પ્રતિમાં જ્યા સુધી તૈયાર ન થાય ત્યા સુધી તેમની જગ્યાએ હોલોગ્રામ મૂર્તિ સ્થાપિત રહેશે.

ઈન્ડિયા ગેટ પર PM મોદીએ નેતાજીની હોલોગ્રામ સ્ટેચ્યૂનું અનાવરણ કર્યું
X

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ નેતાજી સુભાષ ચંદ્ર બોઝની 125મી જયંતી પ્રસંગે ઈન્ડિયા ગેટ પર નેતાજીની હોલોગ્રામ પ્રતિમાનું અનાવરણ કર્યું છે. આ પ્રસંગે ગૃહમંત્રી અમિત શાહ પણ ઉપસ્થિત રહ્યા હતા અમિત શાહે કહ્યું કે સુભાષ ચંદ્ર બોઝની પ્રતિમા આવનારી પેઢીઓને પરાક્રમ, દેશભક્તિ અને બદિલાનની પ્રેરણા આપશે.

PM મોદીએ કહ્યું કે આ સમય ઐતિહાસિક છે. આ સ્થળ કે જ્યાં આપણે ઉપસ્થિત છીએ તે એક ઐતિહાસિક છે. આજે આપણે ઈન્ડિયા ગેટ પર અમૃત મહોત્સવ ઉજવી રહ્યા છીએ. નેતાજીની ભવ્ય પ્રતિમા ડિજીટલ સ્વરૂપમાં ઈન્ડિયા ગેટ પર સ્થાપિત થઈ રહી છે. ટૂંક સમયમાં તેની જગ્યાએ ગ્રેનાઈટની વિશાળ પ્રતિમા લાગશે. આ પ્રતિમા આઝાદીના મહાનાયકને કૃતજ્ઞ શ્રદ્ધાંજલિ છે.

નેતાજીની પ્રતિમાં જ્યા સુધી તૈયાર ન થાય ત્યા સુધી તેમની જગ્યાએ હોલોગ્રામ મૂર્તિ સ્થાપિત રહેશે. ખાસ વાત એ છે કે 28 ફુટ ઉંચી ગ્રેનાઈટથી બનેલી આ પ્રતિમા ઓડિશાના પ્રસિદ્ધ મૂર્તિકાર અદ્વેત ગડનાયક બનાવી રહ્યા છે. નેતાજીની પ્રતિમા ઈન્ડિયા ગેટ પર બનેલી છત્રીમાં લગાવામાં આવશે. ઈન્ડિયા ગેટથી હાલમાં જ અમર જવાન જ્યોતિને ખસેડીને નેશનલ વોર મેમોરિયલમાં સમાવામાં આવી છે.

Next Story