Connect Gujarat
દેશ

PM મોદીનો એક દિવસનો ગુજરાત પ્રવાસ મોકુફ, વરસાદની સ્થિતિને ધ્યાને રાખી લેવાયો નિર્ણય

રાજ્યમાં વરસાદની સ્થિતિને ધ્યાનમાં લેતા વડાપ્રધાનનો એક દિવસનો ગુજરાત પ્રવાસ સ્થગિત રાખવામાં આવ્યો છે.

PM મોદીનો એક દિવસનો ગુજરાત પ્રવાસ મોકુફ, વરસાદની સ્થિતિને ધ્યાને રાખી લેવાયો નિર્ણય
X

રાજ્યમાં વરસાદની સ્થિતિને ધ્યાનમાં લેતા વડાપ્રધાનનો એક દિવસનો ગુજરાત પ્રવાસ સ્થગિત રાખવામાં આવ્યો છે. ગાંધીનગરના ગિફ્ટ સીટી અને હિંમતનગરનો પ્રવાસ મુલતવી રાખવામાં આવ્યો છે.

વડાપ્રધાનનો એક દિવસનો પ્રવાસ સ્થગિત વડાપ્રધાન નરેન્દ્ર મોદીના સતત એક પછી એક ગુજરાતના પ્રવાસ યોજાઇ રહ્યા છે. બે દિવસ પહેલા એટલે કે 4 જુલાઇએ જ ગાંધીનગરના મહાત્મા મંદિરથી તેમણે ડિજિટલ સપ્તાહનું આયોજન કર્યુ હતુ. તેઓ ફરી 15 અને 16 જુલાઈએ ફરી ગુજરાત પ્રવાસે આવવાના હતા. જો કે વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો 15 જુલાઇનો એક દિવસનો ગુજરાત પ્રવાસ સ્થગિત રાખવામાં આવ્યો છે. વડાપ્રધાનના 15 અને 16 જુલાઇ દરમિયાન કચ્છથી લઇને અમદાવાદ સુધી અનેક કાર્યક્રમોમાં જોડાવાનું આયોજન હતુ. જો કે તેમનો નવો કાર્યક્રમ હવે ટુંક સમયમાં ફરીથી જાહેર કરવામાં આવશે. 15 જુલાઇનો ગાંધીનગર, હિંમતનગરનો હતો કાર્યક્રમ વડાપ્રધાન મોદીનો 15 જુલાઇના રોજ ગાંધીનગરમાં GIFT સિટીમાં કાર્યક્રમ હતો.

GIFT સિટીની શરુઆત ગાંધીનગરના મહાત્મા મંદિરથી કરવામાં આવી હતી. જે પછી આખો નવો યુગ શરુ થયો છે. વડાપ્રધાન ગાંધીનગરમાં બુલિયન એક્સચેન્જની પણ મુલાકાત લેવાના હતા. તો બીજી તરફ 15 જુલાઇએ જ વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો સાબરકાંઠા જિલ્લાના હિંમતનગરમાં પણ કાર્યક્રમ યોજાવાનો હતો. હિંમતનગરમાં સાબરડેરીના કાર્યક્રમમાં તેઓ હાજર રહેવાના હતા.જો કે વરસાદના કારણે તેમનો આ કાર્યક્રમ મોકુફ રાખવામાં આવ્યો હતો. વડાપ્રધાન ચૂંટણી પહેલા દર મહિને ગુજરાત પ્રવાસ કરશેગુજરાત PMO તરફથી મળતી માહિતી અનુસાર વડાપ્રધાન મોદી ગુજરાત વિધાનસભા ચૂંટણી પહેલા દર મહિને ગુજરાતનો પ્રવાસ કરશે. ગુજરાતના ખુણા ખુણામાંથી ભાજપને વોટ મળી રહે તે માટે પ્રયત્નો હાથ ધરવામાં આવી રહ્યા છે. વડાપ્રધાન મોદી સતત ગુજરાતની મુલાકાત લઇને ભાજપના કાર્યકરોમાં જોશ પુરતા રહેશે. તેમજ આગળની રણનીતિ અંગેનુ માર્ગદર્શન આપતા રહેશે.

Next Story