Connect Gujarat
દેશ

PM મોદીનું સંબોધન : ત્રણેય કૃષિ કાયદા પરત લેવાની જાહેરાત સાથે ખેડૂતોની માંગી માફી...

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આજે દેવદિવાળી અને ગુરુનાનક જયંતીના પવિત્ર દિવસે દેશના ખેડૂતોને મોટી રાહત આપવાની સાથે જ ત્રણેય કૃષિ કાયદાને પરત લેવાની જાહેરાત સહિત તમામ ખેડૂતોની માફી માંગી હતી.

PM મોદીનું સંબોધન : ત્રણેય કૃષિ કાયદા પરત લેવાની જાહેરાત સાથે ખેડૂતોની માંગી માફી...
X

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આજે દેવદિવાળી અને ગુરુનાનક જયંતીના પવિત્ર દિવસે દેશના ખેડૂતોને મોટી રાહત આપવાની સાથે જ ત્રણેય કૃષિ કાયદાને પરત લેવાની જાહેરાત સહિત તમામ ખેડૂતોની માફી માંગી હતી.

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પોતાના સંબોધનની શરૂઆત કરતા પહેલા દેશવાસીઓને દેવદિવાળી અને ગુરુનાનક જયંતીની શુભેચ્છા પાઠવી હતી. વડાપ્રધાન મોદીએ સંબોધન કરતાં જણાવ્યુ હતું કે, મેં ખેડૂતોના પડકારોને ખૂબ જ નજીકથી અને જીણવટતાપૂર્વક જોયા છે. નાના ખેડૂતોના પડકારોને દૂર કરવા માટે કેન્દ્ર સરકાર દ્વારા અનેક પ્રયાસો કરવામાં આવી રહ્યા છે. ઉપરાંત ખેડૂતોના હિતોને પ્રાથમિકતા આપી ત્રણેય કૃષિ કાયદાને પરત લેવાની જાહેરાત કરવામાં આવી છે. આ સાથે જ PM નરેન્દ્ર મોદીએ ખેડૂતોની માફી પણ માંગી હતી.

જોકે, ખેતીને સુધારવા માટે ત્રણ કાયદા લાવવામાં આવ્યા હતા. જેથી નાના ખેડૂતોને વધુ પ્રોત્સાહન મળે. વર્ષોથી આ માંગ દેશના ખેડૂતો અને નિષ્ણાતો, અર્થશાસ્ત્રીઓ દ્વારા કરવામાં આવી હતી, જ્યારે આ કાયદાઓ લાવવામાં આવ્યો, ત્યારે સંસદમાં ચર્ચા થઈ હતી. દેશના ખેડૂતો અને સંગઠનોએ તેનું સ્વાગત પણ સારી સમર્થન આપ્યું હતું. જોકે, ખેડૂતોનો એક વર્ગ આ 3 કાયદાનો વિરોધ કરી રહ્યો હતો. જોકે, ઘણા સમયથી ચાલતા ખેડૂત આંદોલનના પગલે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ત્રણેય કૃષિ કાયદાને પાછો ખેંચવાનો નિર્ણય લીધો હતો. આ સાથે જ ખેડૂતોને પોતાના જીવનની આજથી જ એક નવી શરૂઆત કરવાની પણ વડાપ્રધાને અપીલ કરી હતી.

Next Story