/connect-gujarat/media/post_banners/be0614b8274f69d52f348e149f69fa9fd64f85495983cf0c3836de895e720a70.webp)
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની મકર સંક્રાંતિની અમુક તસવીરો સામે આવી છે. આ તસવીરોમાં પીએમ મોદી ગાયો સાથે દેખાઈ રહ્યા છે. તસવીરોમાં દેખાતી ગાયોની સુંદરતા પણ અદ્ભૂત છે.પીએમ મોદી મકર સંક્રાંતિનો તહેવાર પોતાના નિવાસ સ્થાને ઉજવતા જોવા મળ્યા હતા. તસવીરોમાં દેખાતી ગાયો બહારની નથી, પણ પીએમઓમાં તેને પાળવામાં આવી છે.પીએમ મોદી મકર સંક્રાંતિનો તહેવાર પોતાના નિવાસ સ્થાને ઉજવતા જોવા મળ્યા હતા. તસવીરોમાં દેખાતી ગાયો બહારની નથી, પણ પીએમઓમાં તેને પાળવામાં આવી છે.
પીએમ મોદી મોટા ભાગે તહેવાર પર કંઈકને કંઈક નવું કરતા હોય છે. કાં તો કોઈ કાર્યક્રમમાં સામેલ થતાં હોય છે અથવા તો પોતાના નિવાસ સ્થાને લોકો સાથે મળતા હોય છે. પીએમ મોદી તરફથી જે ગાયોને ચારો ખવડાવામાં આવે છે તેની સુંદરતા અદ્ભૂત છે. આ ગાયો સામાન્ય ગાયથી અલગ છે. તેની નસલ અને બનાવટ પણ સામાન્ય ગાયથી અલગ છે. પીએમ મોદીના હાથમાં એક પ્લેટ પણ દેખાઈ રહી છે. પ્લેટમાં રાખેલી વસ્તુઓ ગાયોને ખવડાવે છે. 5-6 ગાયોનું એક ટોળું છે, જેમાં કાળા અને સફેદ રંગના વાછરડા જોવા મળે છે.હકીકતમાં જોઈએ તો, હાલમાં જ પીએમ મોદીની આ ગાયો સાથે તસવીરો સામે આવી હતી. આ તસવીરમાં પીએમ મોદી પોતાના નિવાસ સ્થાન પર આ ગાયોને વ્હાલ કરતા જોવા મળ્યા હતા.
/connect-gujarat/media/post_attachments/a0825e4037c65a48654ce76ffc4e55504803a4461f9e94e001b562a8c8c81c0e.webp)
/connect-gujarat/media/post_attachments/1b341ec17f7373fe34e6ffdba8be31e5b046ffa1e25b9152b76d5074c868a0bf.webp)