Connect Gujarat
દેશ

પંજાબ: લુધિયાણામાં મોટી દુર્ઘટના, ગેસ લિકના કારણે અત્યાર સુધી 9 લોકોના મોત

ગેસ લીક થયા બાદ 11 લોકો બેભાન થઈ ગયા. ફાયર બ્રિગેડ, પોલીસ અને NDRFની ટીમો ઘટનાસ્થળે હાજર છે.

પંજાબ: લુધિયાણામાં મોટી દુર્ઘટના, ગેસ લિકના કારણે અત્યાર સુધી 9 લોકોના મોત
X

પંજાબના લુધિયાણામાં રવિવારે ગેસ લીક થવાને કારણે 9 લોકોનાં મોત થયાં હતાં. મૃતકોમાં બાળકોનો પણ સામેલ છે. ગ્યારસપુરા સ્થિત એક બિલ્ડિંગમાં સવારે 7:15 વાગ્યે આ અકસ્માત થયો હતો. લુધિયાણાના SDM સ્વાતિએ જણાવ્યું કે ગેસ લીક થયા બાદ 11 લોકો બેભાન થઈ ગયા. ફાયર બ્રિગેડ, પોલીસ અને NDRFની ટીમો ઘટનાસ્થળે હાજર છે.

સમગ્ર વિસ્તારને સીલ કરી દેવામાં આવ્યો છે.અહીંના ધારાસભ્ય રાજીન્દરપાલ કૌરે કહ્યું કે, બિલ્ડિંગમાં મિલ્ક બૂથ બનેલું હતું અને જે પણ અહીં સવારે દૂધ લેવા ગયા તેઓ બેભાન થઈ ગયા. આ પછી આ ઘટનાની ખબર પડી. જે બિલ્ડિંગમાં ગેસ લીક થયો છે તેના 300 મીટરની અંદર લોકો બેભાન થઈ રહ્યા છે. કયો ગેસ લીક થયો અને તેનું કારણ શું છે, આ માહિતી હજુ સામે આવી નથી.ANIના જણાવ્યા પ્રમાણે, આ એક ઝેરી ગેસ લીક હોઈ શકે છે. જેમાં નવ લોકો મૃત્યુ પામ્યા છે. ત્રણ મૃતદેહના શરીર વાદળી થઈ ગયા છે. જેથી કહી શકાય કે આ એક ઝેરી ગેસ હોઈ શકે છે.

Next Story