રાહુલ ગાંધીએ ફરી કોંગ્રેસ અધ્યક્ષ બનવાને લઈને મોટું નિવેદન આપ્યું છે. રાહુલે કહ્યું કે, તેમણે પાર્ટીના આગામી અધ્યક્ષ બનવાનો નિર્ણય લઈ લીધો છે, અને તે ટૂંક સમયમાં તેની જાહેરાત કરશે. કોંગ્રેસ પ્રમુખની ચૂંટણીને લઈને ઘણા દિવસોથી અટકળોનું બજાર ગરમ છે. કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીના ચૂંટણી લડવા અંગે હજુ પણ શંકા છે. આ દરમિયાન રાહુલે પોતે કહ્યું છે કે, તેમણે પાર્ટીના આગામી અધ્યક્ષ બનવાનો નિર્ણય લઈ લીધો છે, અને તે ટૂંક સમયમાં તેની જાહેરાત કરશે.
રાહુલે કહ્યું હતું કે, તે ચૂંટણી પછી જ જવાબ આપશે. ભારત જોડો યાત્રા દરમિયાન, જ્યારે રાહુલને આ અંગે સવાલ પૂછવામાં આવ્યો, ત્યારે તેમણે કહ્યું કે, 'મેં મારો નિર્ણય લીધો છે, હું એકદમ સ્પષ્ટ છું, અને જ્યારે કોંગ્રેસ અધ્યક્ષ ચૂંટાશે, ત્યારે હું જવાબ આપીશ.' રાહુલ ગાંધીએ જણાવ્યું હતું કે, પાર્ટીની ચૂંટણી થાય તો હું અધ્યક્ષ બનીશ કે, નહીં તે બહુ જલ્દી સ્પષ્ટ થઈ જશે. કૃપા કરીને તે દિવસની રાહ જુઓ." તમને જણાવી દઈએ કે, રાહુલ ગાંધીએ 2019માં લોકસભા ચૂંટણીમાં પાર્ટીની હારની નૈતિક જવાબદારી સ્વીકારીને પદ પરથી રાજીનામું આપી દીધું હતું.
તો બીજી તરફ, રાજસ્થાનના મુખ્યમંત્રી અશોક ગેહલોત પણ કોંગ્રેસ અધ્યક્ષ પદની રેસમાં સૌથી આગળ ગણાય છે. જોકે, ગેહલોત દર વખતે ચૂંટણી લડવાનો ઈન્કાર કરતા રહ્યા છે. અશોક ગેહલોતનું કહેવું છે કે, કોંગ્રેસના મોટાભાગના નેતાઓ રાહુલને અધ્યક્ષ બનતા જોવા માંગે છે. કોંગ્રેસના ઘણા મોટા નેતાઓએ કોંગ્રેસ અધ્યક્ષ પદ સંભાળવા રાહુલ ગાંધી માટે લોબિંગ કર્યું છે. જોકે, રાહુલ ગાંધી શરૂઆતથી જ અધ્યક્ષ બનવા માટે ઉત્સુક નથી. રાહુલ બિન-ગાંધી પરિવારમાંથી કોંગ્રેસ અધ્યક્ષ બનાવવા પર અડગ છે.