Connect Gujarat
દેશ

હાર્દિકના રાજીનામા પર રાહુલ નું રિએક્શન: 'જેને ડર લાગે છે તેને પાર્ટીમાંથી બહાર કાઢો'

હાર્દિક પટેલ કોંગ્રેસમાંથી રાજીનામુ બાદ રાહુલ ગાંધીની પ્રતિક્રિયા સામે આવી છે. રાહુલ ગાંધીએ નિવેદન આપતા જણાવ્યું કે, 'કોંગ્રેસમાંથી જેને જવું હોય તે જઈ શકે છે

હાર્દિકના રાજીનામા પર રાહુલ નું રિએક્શન: જેને ડર લાગે છે તેને પાર્ટીમાંથી બહાર કાઢો
X

હાર્દિક પટેલ કોંગ્રેસમાંથી રાજીનામુ બાદ રાહુલ ગાંધીની પ્રતિક્રિયા સામે આવી છે. રાહુલ ગાંધીએ નિવેદન આપતા જણાવ્યું કે, 'કોંગ્રેસમાંથી જેને જવું હોય તે જઈ શકે છે.' પાર્ટીના અગ્રણીઓને સંદેશ આપતા રાહુલ ગાંધીએ કહ્યું કે, 'જેને ડર લાગે છે તેને પાર્ટીમાંથી બહાર કાઢો. અમને પાર્ટીમાં નીડર લોકો જોઈએ છીએ.

ગુજરાત કોંગ્રેસને લઈને સૌથી મોટા સમાચાર સામે આવી રહ્યાં છે. છેલ્લાં કેટલાંય સમયથી કોંગ્રેસથી નારાજ ચાલી રહેલા હાર્દિક અંતે કોંગ્રેસમાંથી રાજીનામું આપી દીધું છે. કાર્યકારી અધ્યક્ષ હોવા છતાં હાર્દિક કોઇ જવાબદારી નહીં મળી હોવાના આક્ષેપ વચ્ચે હાર્દિક આજે કોંગ્રેસમાંથી રાજીનામું આપી દીધું છે. ત્યારે હાર્દિક પટેલના નિર્ણય બાદ હવે સૌ કોઈની નજર નરેશ પટેલના નિર્ણય પર છે મહત્વનું છે કે, નરેશ પટેલના રાજકારણમાં પ્રવેશ અંગે હજી પણ સસ્પેન્સ યથાવત રહેવા પામ્યું છે કે શું નરેશ પટેલ પણ જોડાશે ભાજપમાં ?રાહુલ ગાંધી પ્રહાર કરતા કહ્યું કે અમને પાર્ટીમાં નિડર લોકો જોઈએ છીએ. કેટલાક લોકો બહાર છે તેમને પાર્ટીમાં લાવો. RSSના છો તો ભાગો. નથી જોઇતા. RSS અને ભાજપની ટીમમાં જેને જવું હોય તે જઇ શકે છે.'

Next Story