Connect Gujarat
દેશ

વિરતા અને શૌર્યનું પ્રતીક : મરાઠા સામ્રાજ્યના સ્થાપક શિવાજી મહારાજની આજે 392મી જન્મજયંતિ…

શિવાજી મહારાજ ઘણા વર્ષો સુધી ઔરંગઝેબ મુઘલ સામ્રાજ્ય સામે લડ્ય, જેથી શિવાજી મહારાજને બહાદૂર, બુદ્ધિશાળી, બહાદૂરીથી ભરેલા અને ઇતિહાસના મહાન રાજા તરીકે પૂજા કરવામાં આવે છે.

વિરતા અને શૌર્યનું પ્રતીક : મરાઠા સામ્રાજ્યના સ્થાપક શિવાજી મહારાજની આજે 392મી જન્મજયંતિ…
X

વર્ષ 1674માં શિવાજીએ જ પશ્ચિમ ભારતમાં મરાઠા સામ્રાજ્યનો પાયો નાખ્યો હતો. તેઓ ઘણા વર્ષો સુધી ઔરંગઝેબ મુઘલ સામ્રાજ્ય સામે લડ્ય, જેથી શિવાજી મહારાજને બહાદૂર, બુદ્ધિશાળી, બહાદૂરીથી ભરેલા અને ઇતિહાસના મહાન રાજા તરીકે પૂજા કરવામાં આવે છે. શિવાજીના શાસન હેઠળ સામાન્ય લોકોને હંમેશા ન્યાય મળતો હતો અને જેથી જ આજે પણ તેઓને લોકોનો રાજા કહેવામાં આવે છે.

છત્રપતિ શિવાજી મહારાજ જયંતિ એ ભારતીય રાજ્ય મહારાષ્ટ્રનો વિશેષ તહેવાર છે. આજના દિવસે સમગ્ર મહારાષ્ટ્ર રાજ્યમાં જાહેર રજા આપવામાં આવે છે. આ તહેવાર 19 ફેબ્રુઆરીએ (જુલિયન તારીખ અનુસાર) ઉજવવામાં આવે છે, જેમાં પ્રથમ છત્રપતિ અને મરાઠા સામ્રાજ્યના સ્થાપક શિવાજી મહારાજની જન્મજયંતિની ઉજવણી કરવામાં આવે છે. જોકે, કેટલાક લોકો મહારાષ્ટ્રમાં હિન્દુ કેલેન્ડર દ્વારા આ દિવસની ઉજવણી કરે છે.

છત્રપતિ શિવાજી મહારાજ જયંતિની શરૂઆત મહાત્મા જ્યોતિરાવ ફુલેએ વર્ષ 1870માં કરી હતી. મહાત્મા જ્યોતિરાવ ફુલેએ રાયગઢ કિલ્લા પર શિવાજી મહારાજની સમાધિ શોધી કાઢી હતી, જે પુણેથી લગભગ 100 કિમી દૂર છે. કેટલાક લોકો શિવાજી જયંતીને શિવ જયંતિ તરીકે પણ ઉજવે છે, ત્યારે મહાન મરાઠા શાસક શિવાજી મહારાજની આજે જન્મજયંતિ અવસરે ઠેર ઠેર પુષ્પાંજલિ અને રેલી સહિતના વિવિધ કાર્યક્રમો યોજાય રહ્યા છે. શિવ જયંતિ એ મહાન મરાઠા શાસક શિવાજીની જન્મજયંતિ છે. શિવ જયંતિ દર વર્ષે ભારતીય સૂર્ય 30 માઘ અથવા ગ્રેગોરિયન 19 ફેબ્રુઆરીના રોજ ઉજવવામાં આવે છે. શિવાજી મહારાજનો જન્મ ભારતીય સૌર માઘ 30, 1551/ગ્રેગોરિયન ફેબ્રુઆરી 19, 1630ના રોજ શિવનેરી કિલ્લામાં થયો હતો. શિવાજી મહારાજને સૌથી મહાન મરાઠા શાસક તરીકે ગણવામાં આવે છે, જેમણે બીજાપુરની ક્ષીણ થતી આદિલશાહી સલ્તનતમાંથી એક એન્ક્લેવ બનાવ્યું હતું. જે મરાઠા સામ્રાજ્યની શરૂઆત બની હતી. 16 વર્ષની નાની ઉંમરે, શિવાજીએ તોરના કિલ્લા પર કબજો કર્યો અને 17 વર્ષની ઉંમરે રાયગઢ અને કોંડાના કિલ્લાઓ પર કબજો કરી લીધો. શિવાજી મહારાજનું નામ શિવાજી ભોંસલે હતું અને તેઓ ભોંસલે મરાઠા કુળના સભ્ય હતા. શિવાજી મહારાજે તે સમયમાં સામાન્ય પર્શિયનનો ઉપયોગ કરવાને બદલે કોર્ટ અને વહીવટમાં મરાઠી અને સંસ્કૃતના ઉપયોગને વધુ પ્રોત્સાહન આપ્યું હતું, ત્યારે આજે મહારાષ્ટ્ર તેમજ દેશભરમાં વસતા મરાઠી સમાજ સહિતના લોકો શિવાજી માહારાજની જન્મજયંતિની ભવ્ય ઉજવણી કરી રહ્યા છે.

Next Story