જમ્મુ-કાશ્મીરના કઠુઆ જિલ્લામાં છુપાયેલા આતંકવાદીઓએ સેનાની ગાડી પર કર્યો ગોળીબાર, 4 જવાન શહીદ

દેશ | સમાચાર, જમ્મુ-કાશ્મીરના કઠુઆ જિલ્લામાં છુપાયેલા આતંકવાદીઓએ સેનાની ગાડી પર ગોળીબાર કર્યો અને ગ્રેનેડ પણ ફેંક્યો, જેમાં 4 જવાન શહીદ થયા

New Update
જમ્મુ-કાશ્મીર

જમ્મુ-કાશ્મીરના કઠુઆ જિલ્લામાં છુપાયેલા આતંકવાદીઓએ સેનાની ગાડી પર ગોળીબાર કર્યો અને ગ્રેનેડ પણ ફેંક્યો, જેમાં 4 જવાન શહીદ થયા છે અને ચાર જવાન ઘાયલ થયા છે. ભારતીય સેનાની આતંકવાદીઓ સાથે અથડામણ હજુ પણ ચાલુ છે. આ સાથે સેનાએ મોટા પાયે શોધખોળ અભિયાન ચલાવ્યું છે.

આ મામલે માહિતી આપતા એક સંરક્ષણ અધિકારીએ કહ્યું, "કઠુઆના માચેડી વિસ્તારમાં થયેલા આતંકવાદી હુમલામાં ભારતીય સેનાના ચાર જવાન શહીદ થયા છે, જ્યારે એટલા જ જવાન ઘાયલ થયા છે. જવાનો અને આતંકવાદીઓ વચ્ચે અથડામણ ચાલુ છે. વિસ્તૃત માહિતીની રાહ જોવાઈ રહી છે." અધિકારીઓએ જણાવ્યું કે પ્રારંભિક હુમલા બાદ આતંકવાદીઓએ ગ્રેનેડ ફેંક્યો અને પછી ગોળીબાર શરૂ કર્યો. સુરક્ષા દળોએ જવાબી કાર્યવાહી કરી પરંતુ આતંકવાદીઓ નજીકના જંગલમાં ભાગી ગયા.

 

Latest Stories