Connect Gujarat
દેશ

દેશમાં ઓમિક્રોનનો ચોથો કેસ મુંબઈમાં નોંધાયો; આફ્રિકાથી આવેલ ડોમ્બીવલીનો યુવાન સંક્રમિત મળી આવ્યા

વૈશ્વિક મહામારી કોરોનાની બીજી લહેર દરમિયાન મહારાષ્ટ્રમાં સૌથી ખરાબ સ્થિતિ સર્જાઈ હતી. ત્યારે શનિવારે અહીં ઓમિક્રોનનો ચોથો કેસ સામે આવ્યો છે.

દેશમાં ઓમિક્રોનનો ચોથો કેસ મુંબઈમાં નોંધાયો; આફ્રિકાથી આવેલ ડોમ્બીવલીનો યુવાન સંક્રમિત મળી આવ્યા
X

વૈશ્વિક મહામારી કોરોનાની બીજી લહેર દરમિયાન મહારાષ્ટ્રમાં સૌથી ખરાબ સ્થિતિ સર્જાઈ હતી. ત્યારે શનિવારે અહીં ઓમિક્રોનનો ચોથો કેસ સામે આવ્યો છે. આ પહેલા અત્યાર સુધીમાં વિદેશથી આવેલા 13 લોકો સંક્રમિત મળી આવ્યા છે. શનિવારે વધુ 3 લોકોનો રિપોર્ટ પોઝિટિવ મળી આવ્યો હતો. આ લોકોનો RT-PCR રિપોર્ટ જીનોમ સિક્વેસિંગ માટે મોકલવામાં આવ્યો છે. તેમણે ક્વોરંટાઈન કરવામાં આવ્યા છે અને ડોકટરોની દેખરેખ હેઠળ છે.

આરોગ્ય વિભાગના જણાવ્યા અનુસાર, મુંબઈ નજીક કલ્યાણ ડોમ્બિવલીનો રહેવાસી આ વ્યક્તિ દક્ષિણ આફ્રિકાથી પરત ફર્યો હતો. તેની ઉંમર 33 વર્ષની છે. દક્ષિણ આફ્રિકાથી દુબઈ, પછી દિલ્હી અને ત્યાંથી 24મી નવેમ્બરે મુંબઈ આવ્યો હતો. તેણે હજુ સુધી કોરોનાની વેક્સિન લીધી નથી. મુંબઈમાં ઉતરતી વખતે તેને હળવો તાવ હતો. આ સિવાય તેનામાં કોરોનાના અન્ય કોઈ લક્ષણો જોવા મળ્યા નથી. સારવાર માટે તેમને કલ્યાણના કોવિડ કેર સેન્ટરમાં રાખવામાં આવ્યો હતો.

સંક્રમિત દર્દીઓના સંપર્કમાં આવેલા 12 હાઇ રિસ્ક અને 23 લો-રિસ્ક કોન્ટેક્ટ ટ્રેસ કરવામાં આવ્યા છે. બધાના રિપોર્ટ નેગેટિવ આવ્યા છે. દિલ્હી-મુંબઈ ફ્લાઇટમાં તેમની સાથે મુસાફરી કરી રહેલા 25 અન્ય મુસફરોનો ટેસ્ટ પણ નેગેટિવ આવ્યો છે. અગાઉ, કર્ણાટકમાં બે અને ગુજરાતના જામનગરમાં એક દર્દીમાં નવા વેરિયન્ટની પુષ્ટિ થઈ હતી.

ભારતે ફરી એકવાર એક જ દિવસમાં કોરોના વેક્સિનના એક કરોડથી વધુ ડોઝ આપવાનો રેકોર્ડ બનાવ્યો છે. દેશમાં અત્યાર સુધીમાં 6 વખત આવું બન્યું છે, જ્યારે એક દિવસમાં એક કરોડથી વધુ વેક્સિન આપવામાં આવી છે.આ પહેલા 27 સપ્ટેમ્બરે આવું બન્યું હતું. સ્વાસ્થ્ય મંત્રી મનસુખ માંડવિયાએ શનિવારે કહ્યું કે દેશમાં હર ઘર દસ્તક અભિયાન પૂરજોશમાં ચાલી રહ્યું છે. આ વેક્સિનેશનના વિસ્તારને વધારવામાં મદદ કરે છે આ જ કારણ છે કે ભારતે આ મામલે વધુ એક વખત મોટું લક્ષ્યાંક પાર કર્યું છે.

Next Story