Yahoo YIR માં ટોપ પર્સનાલિટીઝ, ચર્ચામાં રહેનારા લોકો અને ઘટનાઓ લોકોની દૈનિક સર્ચ કરવાની પ્રક્રિયા અનુસાર લેવામાં આવે છે.વર્ષ 2001માં સૌથી વધુ સર્ચ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને કરવામાં આવ્યાં છે. પીએમ મોદી 2017થી આ પદ પર છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી બાદ જેને સૌથી વધુ સર્ચ કરવામાં આવ્યાં છે તે છે ક્રિકેટર વિરાટ કોહલી. વિરાટ બીજા નંબરે છે. આમ તો આ ભારતની યાદી છે. જે આખા વિશ્વમાં પ્રખ્યાત છે. ત્યારબાદ સૌથી વધુ સર્ચ કરનારા લોકોમાં પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જીના નામનો પણ સમાવેશ થાય છે. પશ્ચિમ બંગાળ ચૂંટણી અને હિંસાના સમયે ખૂબ ચર્ચામાં રહ્યું હતુ. મમતા બેનર્જી ત્રીજા ક્રમાંકે છે. ચોથા નંબરે સૌથી વધુ સર્ચ કરનારા લોકોમાં સિદ્ધાર્થ શુક્લાનું નામ છે. સિદ્ધાર્થના ચાહકોની સંખ્યા વધુ છે.
સપ્ટેમ્બરમાં અચાનક તેમના નિધનથી પ્રશંસકો હજી આઘાતમાં છે. જ્યારે પાંચમાં ક્રમાંકે રાહુલ ગાંધીનું નામ છે. આ વખતે શાહરૂખ ખાનનો પુત્ર આર્યન ખાન ડ્રગ્સ કેસને લઇને ચર્ચામાં રહ્યો હતો. સૌથી વધુ સર્ચ કરનારા લોકોની યાદીમાં તેણે 7માં નંબરે સ્થાન બનાવ્યું છે. યાદીમાં 'Most Searched Male Celebrities' ની પણ કેટેગરી છે. જેમાં સિદ્ધાર્થ શુક્લાનું નામ પ્રથમ નંબરે છે. તો સલમાન ખાન બીજા નંબરે છે. અલ્લુ અર્જુને ત્રીજો ક્રમાંક પ્રાપ્ત કર્યો છે. જ્યારે ચોથા સ્થાને દિવંગત અભિનેતા પુનીત રાજકુમાર છે અને પાંચમા નંબરે દિવંગત અભિનેતા દિલીપ કુમારનું નામ સામેલ છે. યાદીમાં 'Most Searched Male Celebrities' ની પણ કેટેગરી છે. જેમાં સિદ્ધાર્થ શુક્લાનું નામ પ્રથમ નંબરે છે. તો સલમાન ખાન બીજા નંબરે છે. અલ્લુ અર્જુને ત્રીજો ક્રમાંક પ્રાપ્ત કર્યો છે. જ્યારે ચોથા સ્થાને દિવંગત અભિનેતા પુનીત રાજકુમાર છે અને પાંચમા નંબરે દિવંગત અભિનેતા દિલીપ કુમારનું નામ સામેલ છે.