Connect Gujarat
દેશ

કર્ણાટકમાં પણ થશે ખેલ, કોંગ્રેસે ઘડ્યો પ્લાન બી- ઠેર ઠેર હેલિકોપ્ટર-પ્લેન તૈયાર

કર્ણાટક વિધાનસભા ચૂંટણી 2023નાં પરિણામો ટૂંક સમયમાં જાહેર થવાવાં છે ત્યારે આંકડઓ જોતાં એ સ્પષ્ટ થઈ રહ્યું છે

કર્ણાટકમાં પણ થશે ખેલ, કોંગ્રેસે ઘડ્યો પ્લાન બી- ઠેર ઠેર હેલિકોપ્ટર-પ્લેન તૈયાર
X

કર્ણાટક વિધાનસભા ચૂંટણી 2023નાં પરિણામો ટૂંક સમયમાં જાહેર થવાવાં છે ત્યારે આંકડઓ જોતાં એ સ્પષ્ટ થઈ રહ્યું છે કે કર્ણાટકમાં કોંગ્રેસ 113 બેઠકોથી આગળ હોતાં સરકાર બનાવી શકે છે. આ દરમિયાન માહિતી મળી આવી છે કે કર્ણાટકનાં 3 એરસ્ટ્રીપ્સ પર કોંગ્રેસ દ્વારા 3 નાનાં વિમાનો ગોઠવવામાં આવ્યાં છે. દરેક પટ્ટી પર પાર્ટીનાં એક રાજ્યસ્તરનાં જવાબદાર નેતાને પણ તૈનાત કરવામાં આવ્યાં છે. મળેલ માહિતી અનુસાર આ તૈનાત નેતાઓને જવાબદારી આપવામાં આવી છે કે તે જીતનારા ધારાસભ્યોને લઈને આ ફ્લાઈટથી બેંગલોર લઈને આવશે. સાથે જ એવું પણ નક્કી કરવામાં આવ્યું છે કે રોડ-વેથી નજીક રહેતાં ધારાસભ્યોને લઈ આવવામાં આવશે. દરેક જીતનારા ઉમેદવારની સાથે પાર્ટીનાં કાર્યકર્તાઓ હાજર રહેશે. જીતનારાઓને વિમાન સુધી પહોંચાડવા અને રોડ-વેથી આવતાં Mlaને બેંગલોર પહોંચાડવા સુધીની જવાબદારી આ નેતાઓ અને કાર્યકર્તાઓની રહેશે.

Next Story