Connect Gujarat
દેશ

આજે પીએમ નરેન્દ્ર મોદી યુપીની 16 લાખ મહિલાઓને આપશે મોટી ભેટ

વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે સંગમનગરી પ્રયાગરાજ જશે. મોદી આજે યુપીની લાખો મહિલાઓને મોટી ભેટ આપવા જઈ રહ્યા છે.

આજે પીએમ નરેન્દ્ર મોદી યુપીની 16 લાખ મહિલાઓને આપશે મોટી ભેટ
X

વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે સંગમનગરી પ્રયાગરાજ જશે. મોદી આજે યુપીની લાખો મહિલાઓને મોટી ભેટ આપવા જઈ રહ્યા છે. મોદી સ્વસહાય જૂથોના બેંક ખાતામાં રૂ. 1,000 કરોડ ટ્રાન્સફર કરશે. તેનાથી એસએચજીની 16 લાખથી વધુ મહિલાઓને ફાયદો થશે. આ ઉપરાંત, મુખ્યમંત્રી કન્યા સુમંગલા યોજનાના 1.01 લાખ લાભાર્થીઓના ખાતામાં 20 કરોડ રૂપિયાથી વધુની રકમ પણ ટ્રાન્સફર કરવામાં આવશે.

મોદી પ્રયાગરાજના પરેડ ગ્રાઉન્ડમાં એક કાર્યક્રમમાં પણ ભાગ લેશે. નરેન્દ્ર મોદી બપોરે 1 વાગે લગભગ બે લાખ મહિલાઓને પણ સંબોધિત કરશે. આ કાર્યક્રમમાં યુપીના સીએમ યોગી આદિત્યનાથ પણ હાજર રહેશે. સીએમ યોગી આ કાર્યક્રમના મંચ પરથી મહિલા લાભાર્થીઓને પણ સંબોધિત કરશે.આ કાર્યક્રમનું આયોજન પીએમ મોદીના વિઝનના ભાગ રૂપે કરવામાં આવી રહ્યું છે જેથી તેઓને જરૂરી કૌશલ્યો, પ્રોત્સાહનો અને સંસાધનો આપીને પાયાના સ્તરે મહિલાઓને સશક્ત બનાવવામાં આવે.

પીએમઓએ કહ્યું કે આ કાર્યક્રમ દ્વારા પહેલા મહિનાનું 4000 રૂપિયાનું માનદ વેતન પણ 20 હજાર બિઝનેસ એસોસિએટ્સના ખાતામાં ટ્રાન્સફર કરવામાં આવશે. આ ઉપરાંત મોદી એક લાખથી વધુ કન્યા સુમંગલ યોજનાના લાભાર્થીઓને 20 કરોડ રૂપિયાથી વધુની રકમ પણ ટ્રાન્સફર કરશે.

Next Story