Connect Gujarat
દેશ

ઉત્તરપ્રદેશ: ફરુખાબાદ જિલ્લા જેલમાં અફરાતફરી,સાથી કેદીના મોત બાદ કેદીઓએ જેલમાં કરી આગચંપી-અનેક રાઉન્ડ ફાયરિંગ

ઉત્તરપ્રદેશના ફરુખાબાદ જિલ્લા જેલમાં, કેદીઓએ રવિવારે સવારે પોતાના સાથીના મૃત્યુને લઈને હંગામો મચાવ્યો હતો.

ઉત્તરપ્રદેશ: ફરુખાબાદ જિલ્લા જેલમાં અફરાતફરી,સાથી કેદીના મોત બાદ કેદીઓએ જેલમાં કરી આગચંપી-અનેક રાઉન્ડ ફાયરિંગ
X

ઉત્તરપ્રદેશના ફરુખાબાદ જિલ્લા જેલમાં, કેદીઓએ રવિવારે સવારે પોતાના સાથીના મૃત્યુને લઈને હંગામો મચાવ્યો હતો. કેદીઓએ તોડફોડ કરી અને આખી જેલ પર કબજો કરી લીધો. આ દરમિયાન આગચંપી થઈ હતી. ધુમાડો વધતો જોઈ એલાર્મ વગાડવામાં આવ્યું હતું. જ્યારે પોલીસકર્મીઓ કેદીઓને કાબૂમાં લેવા દોડ્યા તો તેઓએ પથ્થરમારો કર્યો હતો.જેલના મુખ્ય દ્વાર પર પણ કેદીઓએ કબજો જમાવ્યો હતો. કેદીઓએ ડેપ્યુટી જેલર શૈલેષ સોનકરને માર માર્યો હતો. આ દરમિયાન જેલર અખિલેશ કુમારનો અધિકૃત મોબાઈલ સ્થળ પર જ રહી ગયો હતો. માહિતી છે કે કેદી જેલરના મોબાઈલનો ઉપયોગ કરી રહ્યા છે.સવારે 8 વાગ્યાથી શરૂ થયેલા તોફાનો હજુ શાંત થયા નથી. 14 પોલીસ સ્ટેશનની ફોર્સ ઘટનાસ્થળે છે. ડીએમ અને એસપી પણ પહોંચી ગયા છે, પરંતુ તેઓ જેલની અંદર જઈ શક્યા નથી. કેદીઓને શાંત કરવા માટે અનેક રાઉન્ડ હવામાં ફાયરિંગ કરવામાં આવ્યું હતું. આ દરમિયાન કેદી શિવમ ઘાયલ થયો છે. જ્યારે પોલીસકર્મી જીતેન્દ્રની આંખમાં પથ્થર વાગ્યો છે. કેદીઓએ આરોપ લગાવ્યા હતા કે ડેન્ગ્યુ પીડિત કેદીની સારવારમાં બેદરકારી દાખવવામાં આવી છે. ફતેહગઢ સેન્ટ્રલ જેલના વરિષ્ઠ અધિક્ષક પ્રમોદ શુક્લાએ જણાવ્યું કે ફર્રુખાબાદના મેરાપુર પોલીસ સ્ટેશન વિસ્તારનો રહેવાસી સંદીપ હત્યાના સંબંધમાં જિલ્લા જેલમાં બંધ હતો. તેને થોડા દિવસ પહેલા ડેન્ગ્યુ થયો હતો. જ્યારે તેની હાલત વધુ ખરાબ થતાં તેને સૈફઈમાં રિફર કરવામાં આવ્યો હતો, જ્યાં શનિવારે સાંજે તેનું સારવાર દરમિયાન મોત થયું હતું. જેલના કેદીઓને સવારે નાસ્તા દરમિયાન આ વાતની જાણ થઈ હતી. જે પછી કેદીઓએ સંગઠિત રીતે ઉપદ્રવ મચાવવાનું શરૂ કર્યું હતું.જ્યારે, કેદીઓનો આરોપ છે કે સંદીપને ડેન્ગ્યુ થયો હતો. તેને સમયસર સારવાર મળી ન હતી. તેથી તે મૃત્યુ પામ્યો. કેદીઓને દિવાળીના દિવસે યોગ્ય ભોજન ન આપવાનો પણ આરોપ લગાવ્યો છે. તેમનું એવું કહેવું છે કે દિવાળી પર પરિસર ન ખોલવાને કારણે કેદીઓ અન્ય લોકોને મળી શક્યા ન હતા.

Next Story