ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી તરીકે યોગી આદિત્યનાથના આજે શપથ ગ્રહણ કરવાના છે. જોકે, એ પહેલાં જ મદરેસા બોર્ડ દ્વારા રાજ્યના તમામ મદરેસાઓમાં શિક્ષણની ગુણવત્તા વધારવા અને ભ્રષ્ટાચારને ડામવા માટે અનેક કડક પગલાં લેવામાં આવ્યા છે.
ઉત્તર પ્રદેશ મદરેસા શિક્ષા પરિષદની બેઠકમાં ક્રમમાં ઘણાં ઐતિહાસિક નિર્ણયો લેવામાં આવ્યા હતા. જેમાં નવા સત્રથી, રાજ્યની તમામ સહાયિત અને બિન-સહાયિત મદરેસામાં પ્રાર્થના સાથે રાષ્ટ્રગાન (જન-ગણ-મન) ગાવાનું ફરજિયાત કરવામાં આવ્યું છે. જેમાં વિદ્યાર્થીઓ અને શિક્ષકો સાથે મળીને રાષ્ટ્રગાન ગાશે. યોગી આદિત્યનાથની યુપીમાં ફરીથી સરકાર રચાતાની સાથે જ યોગી આદિત્યનાથ પણ આવાં અનેક પ્રકારના નિર્ણયો લઇ શકે તેમ છે. જોકે, એ પહેલાં જ રાજ્યના મદરેસા બોર્ડે તમામ મદરેસામાં રાષ્ટ્રગાન ફરજિયાત કરી દીધું છે.