ઉત્તરપ્રદેશના રાજ્યપાલ આનંદીબેન પટેલે સોમનાથ મહાદેવના દર્શન કર્યા, ધ્વજાપૂજા-સોમેશ્વર પૂજા કરી અનુભવી ધન્યતા...

ઉત્તરપ્રદેશના મહામહિમ રાજ્યપાલ આનંદીબેન પટેલે આજે શ્રાવણ માસના અંતિમ સોમવારે પ્રથમ જ્યોતિર્લિંગ શ્રી સોમનાથ મહાદેવના દર્શન કરી ધન્યતા અનુભવી હતી.

New Update

પ્રથમ જ્યોતિર્લિંગ શ્રી સોમનાથ મહાદેવના દર્શને આજે શ્રાવણના અંતિમ સોમવારે ઉત્તરપ્રદેશના મહામહિમ રાજ્યપાલ આનંદીબેન પટેલ પધાર્યા હતા. શ્રી સોમનાથ ટ્રસ્ટ તરફથી ટ્રસ્ટી પી.કે.લેહરીએ ટ્રસ્ટના વી.આઇ.પી. અતિથિ ગૃહ ખાતે રાજ્યપાલનું સ્વાગત કર્યું હતું. મહામહિમ રાજ્યપાલ આનંદીબેન પટેલે સહપરિવાર સોમનાથ મહાદેવના દર્શન અને અભિષેક કર્યા હતા. આ સાથે જ તેઓએ સોમનાથ મહાદેવની સોમેશ્વર મહાપૂજા અને ધ્વજાપૂજા કરી હતી. આ તકે શ્રી સોમનાથ ટ્રસ્ટના જનરલ મેનેજર વિજયસિંહ ચાવડા દ્વારા રાજ્યપાલને સોમનાથ મહાદેવનું સ્મૃતિચિત્ર અને પ્રસાદ કીટ ભેટ આપવામાં આવી હતી.

Latest Stories