વલસાડ : એક્ટર મિલિંદ સોમનનું રન ફોર યુનિટી અંતર્ગત સ્‍વાગત કરાયું, મુંબઈથી કેવડિયા સુધી યોજી છે યાત્રા

New Update

વડાપ્રધાન નરેન્‍દ્ર મોદીએ દેશની એકતા માટે જાણીતા તેવા દેશના નેતા સરદાર વલ્લભભાઇ પટેલની યાદગીરી રૂપે દુનિયામાં સૌથી ઊંચા એવા સ્‍ટેચ્‍યુ ઓફ યુનિટિની રાજયના કેવડિયા ખાતે નિમાર્ણ કરી દેશની જનતા માટે એકતાનો સંદેશો પહોંચાડયો છે.

સ્‍ટેચ્‍યુ ઓફ યુનિટિના માધ્‍યમથી એકતાનો સંદેશો લોકો સુધી પહોંચાડવા માટે બોલીવુડના પ્રખ્‍યાત મોડેલ, એકટર મિલિંદ સોમને તેમની રન ફોર યુનિટિની યાત્રા તા. 17મી ઓગષ્ટથી શિવાજી ચોક, મુંબઇ ખાતેથી સાંજે 5 કલાકે શરૂ કરી હતી. જે આગામી તા. 21મી ઓગસ્‍ટે સાંજે 5 કલાકે સ્‍ટેચ્‍યુ ઓફ યુનિટિ કેવડિયા પહોંચશે, ત્યારે આ યાત્રાના ભાગરૂપે મિલિંદ સોમન વલસાડ જિલ્લામાં પ્રવેશ કરતાં તેમનું વલસાડ શહેરના ધરમપુર ચોકડી ખાતે વલસાડના પ્રાંત અધિકારી નિલેશ કુકડીયાએ બુકે આપીને સ્‍વાગત કર્યુ હતું.

આ પ્રસંગે જિલ્લા શિક્ષાણાધિકારી કે.એફ.વસાવા, રમગ-ગમત અધિકારી મહેશ પટેલ, તાલુકા વિકાસ અધિકારી વિમલ પટેલ, મામલતદાર મનસુખ વસાવા તેમજ શિક્ષણ વિભાગના અધિકારીઓ અને કર્મચારીઓ હાજર રહ્યા હતા.