Connect Gujarat
દેશ

ઉત્તરાખંડમાં મતદાન શરૂ, દેહરાદૂનમાં સવારે 11 વાગ્યા સુધી 19.53 ટકા મતદાન

સવારે 8 થી સાંજના 6 વાગ્યા સુધી મતદાન ચાલુ રહેશે. લગભગ 82 લાખ મતદારો ચૂંટણી મેદાનમાં ઉતરેલા 632 ઉમેદવારોનું ભવિષ્ય નક્કી કરશે

ઉત્તરાખંડમાં મતદાન શરૂ, દેહરાદૂનમાં સવારે 11 વાગ્યા સુધી 19.53 ટકા મતદાન
X

ઉત્તરાખંડમાં સવારે 8 થી સાંજના 6 વાગ્યા સુધી મતદાન ચાલુ રહેશે. લગભગ 82 લાખ મતદારો ચૂંટણી મેદાનમાં ઉતરેલા 632 ઉમેદવારોનું ભવિષ્ય નક્કી કરશે. અલ્મોડા જિલ્લામાં સવારે 11 વાગ્યા સુધી 15.08 ટકા મતદાન નોંધાયું છે.

દેહરાદૂનમાં સવારે 11 વાગ્યા સુધી 19.53 ટકા મતદાન નોંધાયું છે. અત્યાર સુધીમાં જિલ્લામાં સૌથી વધુ 25.59 ચકરાતામાં મતદાન થયું છે. બીજી તરફ દેહરાદૂનના રાજપુર રોડ પર સૌથી ઓછું 15.56 ટકા મતદાન નોંધાયું હતું. ધારાસભ્ય કરણ મહરાએ રાનીખેતમાં પોતાનો મત આપ્યો. બીજેપી ઉમેદવારે રૂડકીમાં પોતાનો વોટ નાખ્યો છે. બાબા રામદેવ અને આચાર્ય બાલકૃષ્ણએ પણ હરિદ્વારમાં મતદાન કર્યું હતું. આ દરમિયાન તેમણે કહ્યું કે ઉત્તરાખંડ આવનારા વર્ષોમાં દેશની આધ્યાત્મિક રાજધાની બનશે. સવારે 9:00 વાગ્યા સુધી હરિદ્વાર જિલ્લામાં 7 ટકા મતદાન થયું હતું. દેહરાદૂન સ્થિત હેલ્પલાઈન નંબર 1950 પર ફરિયાદો અંગે અત્યાર સુધીમાં 30 કોલ આવ્યા છે. જેમાં ક્યાંક મતદાર યાદીમાં નામ નથી તો ક્યાંક અન્ય કોઈ સમસ્યા સામે આવી છે

Next Story