પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે ગુજરાતમાં નવી વ્હીકલ સ્ક્રેપેજ પોલિસી જાહેર કરી હતી. આ પોલિસીની જાહેરાત સમયે યોજાયેલી ઇન્વેસ્ટર સમિટમાં ટાટા મોટર્સ અને મહિન્દ્રા રી-સાયકલિંગ સહિતની 7 કંપનીઓએ વાહનોના રિસાયકલિંગ માટે કરાર (MOU) કર્યા હતા. આમાંથી 6 MOU ગુજરાત સરકાર સાથે જ્યારે એક કરાર આસામ સરકાર સાથે કરવામાં આવ્યા હતા. મુખ્યમંત્રીના અધિક મુખ્ય સચિવ એમ.કે.દાસે જણાવ્યું કે, ગુજરાત સરકાર સાથે 6 કંપનીઓએ જે કરાર કર્યા છે તે અંતર્ગત રાજ્યમાં આવતા દિવસોમાં વાર્ષિક 3 લાખથી વધુ વાહનોને રીસાયકલ કરવાની ક્ષમતા ઊભી થશે. આ ઉપરાંત આના કારણે અંદાજે 5000 લોકોને રોજગારી પણ મળશે. ગુજરાત મૂડીરોકાણ કરવાનું ઉત્તમ સ્થળ છે કારણ કે ગુજરાતમાં રોડ, રસ્તા, પાણી, વીજળી, ગેસ, રેલવે, ટ્રાન્સપોર્ટ જેવી વિવિધ સુવિધાઓ ઉપલબ્ધ છે. વિજય રૂપાણીએ જણાવ્યું કે, ગુજરાત ભારતનું સૌથી મોટું ઓટોમોબાઈલ હબ છે જેના પરિણામે ટાટા, ફોર્ડ, હોન્ડા, સુઝુકી જેવી ઘણી મોટી કંપનીઓ અને બીજી ઘણી મોટી ઉત્પાદન કંપનીઓ ગુજરાતમા છે. રાજયના વધી રહેલ વિકાસના પરિણામે મોટા ઓટોમોટિવ ઉત્પાદકોની હાજરી તેમજ રાજ્યમાં નોંધાયેલા વાહનોની સંખ્યામાં ભારે વધારો થયો છે.પર્યાવરણના જતન માટે આજે એ જરૂરી બની ગયું છે કે વપરાયેલા વાહનોને સ્ક્રેપ કરવા અને તેના માટે સુવિધાઓ વિકસાવવી એ માટે આપણે પ્રયાસો કરવા પડશે. આ માટે અમારી સરકાર ચોકકસ આગળ આવીને દેશને રાહ ચીધશે.
નવી સ્ક્રેપ પોલિસીની જાહેરાત સાથે જ રીસાઇકલ માટે 6 કંપનીઓઓએ ગુજરાત સરકાર સાથે MOU કર્યા
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે ગુજરાતમાં નવી વ્હીકલ સ્ક્રેપેજ પોલિસી જાહેર કરી હતી
New Update