ભારત વિશ્વની 70% કોરોના રસી પૂરી કરવા માટે તૈયાર, 14 દેશોમાં કરે છે નિકાસ કરે છે- અમિત શાહ

0

ભારત વિશ્વભરમાં કોરોના વાયરસ સામે ચાલી રહેલી લડાઇમાં મહત્વની ભૂમિકા નિભાવશે. ભારતે 14 દેશોમાં કોરોના રસીની નિકાસ કરી છે. આ સાથે જ ગૃહ પ્રધાન અમિત શાહે કહ્યું છે કે ભારત વિશ્વની 70 ટકા રસીની આવશ્યકતા પૂરી કરી શકે છે. હાલમાં દેશમાં બે રસી વિકસાવવામાં આવી છે અને ચાર પાઇપલાઇનમાં છે.

કોરોના સામે લડવા માટે દેશભરમાં રસીકરણ અભિયાન ચાલી રહ્યું છે અને ભારતે પણ ઘણા દેશોમાં રસી મોકલીને મદદ કરી છે. કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહે કહ્યું કે ભારત વિશ્વની કોરોના વાયરસ રસીની 70 ટકા જરૂરિયાતો પૂરી કરવા માટે તૈયાર છે અને ભારતની બે રસી 14 દેશોમાં નિકાસ કરવામાં આવી રહી છે.

રવિવારે એક ખાનગી મેડિકલ કોલેજના ઉદ્ઘાટન સમારોહમાં બોલતા અમિત શાહે કહ્યું કે, “કોવિડ -19 સામેની લડતમાં અન્ય દેશો વચ્ચેનો તફાવત એ હતો કે ભારતની કેન્દ્ર સરકાર, રાજ્ય સરકારો, ડોકટરો, આરોગ્ય કર્મચારીઓ અને ૧૦ કરોડ લોકોએ સાથે મળીને પરિસ્થિતિને સંભાળી. “તેમણે કહ્યું કે અમારો કોવિડ -19 મૃત્યુ દર ઓછો છે અને રિકવરી દર પણ શ્રેષ્ઠ છે.

પાઇપલાઇનમાં હાલમાં ચાર રસી છે

કેન્દ્રીય ગૃહ પ્રધાને કહ્યું હતું કે “ભારત વિશ્વના 7૦ ટકા કોરોનોવાયરસ રસીની જરૂરિયાતો પૂરી કરવા માટે તૈયાર છે અને બે રસી 14 દેશોમાં નિકાસ કરવામાં આવી રહી છે.” અમિત શાહે કહ્યું કે દેશમાં અત્યાર સુધીમાં બે રસી તૈયાર કરવામાં આવી છે અને ચાર પાઇપલાઇનમાં છે. પીટીઆઈના અહેવાલ મુજબ શાહે કહ્યું હતું કે “વિશ્વમાં સૌથી મોટો રસીકરણ કાર્યક્રમ ભારતમાં શરૂ કરવામાં આવ્યો છે. બે રસી વિકસાવવામાં આવી છે અને ચાર વધુ પાઇપલાઇનમાં છે”તેમણે કહ્યું કે, મહામારી દરમિયાન ભારતની સારવાર પદ્ધતિને 170 દેશોએ ફોલો કરી છે.

આરોગ્ય માળખાંને મજબૂત કરાયો

અમિત શાહે કહ્યું કે વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ દેશના લોકોને કોરોના વાયરસની સ્થિતિને સંભાળવા માટે તૈયાર કર્યા. તેમણે કહ્યું કે, છેલ્લા સાડા છ વર્ષમાં મોદી સરકારે દેશમાં આરોગ્ય માળખાગત સુવિધામાં સુધારો કરવાનું કામ કર્યું છે અને રોગચાળા દરમિયાન આરોગ્યના માળખાગત સુવિધામાં ઝડપથી સુધારો કરવામાં આવ્યો છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here