Connect Gujarat
સમાચાર

જુનાગઢ : રમત-ગમત અને સાંસ્કૃતિક વિભાગના સહયોગથી ભેસાણ ખાતે કરાયું જીમનું ઉદ્ઘાટન

જુનાગઢ : રમત-ગમત અને સાંસ્કૃતિક વિભાગના સહયોગથી ભેસાણ ખાતે કરાયું જીમનું ઉદ્ઘાટન
X

ગુજરાત રાજ્ય સરકારના રમત-ગમત અને સાંસ્કૃતિક વિભાગના સહયોગથી જુનાગઢ જિલ્લાના ભેસાણ ખાતે જીમનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું.

વિશ્વમાં કોરોના વાયરસની મહામારી ચાલી રહી છે, ત્યારે શારીરિક અને માનસિક થાકથી લોકોને મુક્તિ મળે અને પોતે પોતાનું આરોગ્ય સાચવી શકે તે માટે ભેસાણ ખાતે રાજ્ય સરકારના રમત-ગમત અને સાંસ્કૃતિક વિભાગના સહયોગથી જીમનું ઉદ્ઘાટન કરવામાં આવતા સ્થાનિક નવયુવાનો અને ગામલોકોમાં ખુશીની લહેર જોવા મળી હતી.

ભેસાણના સરપંચ ભુપત ભાયાણીએ જણાવ્યું હતું કે, હાલના સમયમાં લોકોનો શ્રમ ઘણો ઓછો થઈ ગયો છે, ત્યારે કમરના દુખાવા, શરીરના દુખાવા અને બીજી ઘણી તકલીફોથી જ્યારે માણસ પીડાઈ રહ્યો છે, ત્યારે હવે જીમના વિવિધ સાધનોથી કસરત કરી જનતા ફીટ એન્ડ હિટ રહેશે. ભેસાણ તાલુકામાં રાજ્ય સરકારના રમત-ગમત અને સાંસ્કૃતિક વિભાગ દ્વારા જુનાગઢ જિલ્લામાં સૌપ્રથમ 25 સાધનોની કીટમી જીમને સહાય મળતા સ્થાનિકોએ સરકારનો આભાર વ્યક્ત કર્યો હતો.

Next Story