Connect Gujarat
Featured

જુનાગઢ : રૂ. 319 કરોડના ખર્ચે નિર્માણ પામનાર ભૂગર્ભ ગટર યોજનાનું મુખ્યમંત્રીના હસ્તે કરાયું ખાતમુહૂર્ત

જુનાગઢ : રૂ. 319 કરોડના ખર્ચે નિર્માણ પામનાર ભૂગર્ભ ગટર યોજનાનું મુખ્યમંત્રીના હસ્તે કરાયું ખાતમુહૂર્ત
X

જુનાગઢ જિલ્લાના સર્વાંગી વિકાસ માટે બુધવારના રોજ રૂપિયા 319 કરોડના ખર્ચે નિર્માણ પામનાર ભૂગર્ભ ગટર યોજનાનું રાજ્યના મુખ્યમંત્રી વિજય રૂપાણીના હસ્તે ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું. તમામ મહાનગરમાં ભૂગર્ભ ગટર યોજના છે, ત્યારે જુનાગઢમાં પણ હવે ભૂગર્ભ ગટર યોજના નિર્માણ પામશે, જેથી લોકોની વર્ષો જૂની સમસ્યાઓનો હવે ટૂંક સમયમાં જ ઉકેલ આવશે. તો સાથે જ સાસણમાં થનાર વિકાસ કામો જેમ કે, સનસેટ પોઇન્ટ અને મગર ઉછેર કેન્દ્ર સહિતના વિવિધ સ્થળોનો પણ વિકાસ કરવામાં આવશે. ઉપરાંત ગિરનાર સિંહદર્શન પ્રોજેક્ટ, જુનાગઢના ઉપરકોટનો વિકાસ, મકબરાનો વિકાસ, ઇન્દ્રેશ્વર અને ધૂળેટીનો વિકાસ માટે કાર્ય હાથ ધરવાની શરૂઆત કરવા અંગે મુખ્યમંત્રીએ જણાવ્યુ હતું.

Next Story