Connect Gujarat
ગુજરાત

જુનાગઢ: 249 કરોડના ખર્ચે બનેલી હોસ્પિટલનું PMના હસ્તે લોકાર્પણ

જુનાગઢ: 249 કરોડના ખર્ચે બનેલી હોસ્પિટલનું PMના હસ્તે લોકાર્પણ
X

જૂનાગઢમાં વડાપ્રધાનને ગિરનારનું સ્મૃતિ ચિહ્ન અપાયું ભેટમાં

વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજરોજ વલસાડનો કાર્યક્રમ પૂર્ણ કરી જૂનાગઢ ખાતે પહોંચ્યા છે. પીએમના આગમન સાથે ધોધમાર વરસાદ શરૂ થયો હતો. વડાપ્રધાન બન્યા બાદ બીજીવાર જૂનાગઢની મુલાકાતે આવ્યા છે. ત્યારે જૂનાગઢમાં વડાપ્રધાનને ગિરનારનું સ્મૃતિ ચિહ્ન ભેટમાં અપાયું હતું. જ્યારે 249 કરોડના ખર્ચે બનેલી જી.એમ.ઇ.આર.એસ. જનરલ હોસ્પિટલનુ પીએમનાં હસ્તે લોકાર્પણ કરવામાં આવ્યું છે.

જુનાગઢમાં વડાપ્રધાનનું આગમન થતાં જ સૌએ આવકાર્યા હતા. વડાપ્રધાનના આગમન પૂર્વે નાયબ મુખ્ય મંત્રી નીતિન પટેલે સભાને સંબોધી હતી. જેમાં તેમણે જણાવ્યું હતું કે, નરેન્દ્રભાઈની સરકારમાં આરોગયની સુવિધામાં વધારો થયો છે. મેડિકલ કોલેજોની સંખ્યામાં પણ વધારો થયો છે. જૂનાગઢનાં લોકોને હવે રાજકોટનાં ધક્કા નહીં ખાવા પડે. હવે જુનાગઢમાં જ સારવાર મળશે તેવી વ્યવસ્થા ઊભી કરવામાં આવી છે. જૂનાગઢમાં 249 કરોડનાં ખર્ચે બનેલી હોસ્પિટલમાં 825 બેડ હશે, 175 આઈસીયુ બેડ, ગરીબો માટે નિશુલ્ક રહેશે, અન્યો માટે નજીવા દરે અપાશે સેવા, સીટી સ્કેન અને 16 ઓપરેશન થીયેટરની સુવિધા ઉપલબ્ધ છે.

Next Story