Connect Gujarat
ગુજરાત

ખંભીસર વરઘોડો ઘર્ષણ વિવાદ: અનુ.જાતિ અગ્રણી હસમુખ સક્સેનાનું એસ.પી કચેરીએ આત્મસમર્પણ

ખંભીસર વરઘોડો ઘર્ષણ વિવાદ: અનુ.જાતિ અગ્રણી હસમુખ સક્સેનાનું એસ.પી કચેરીએ આત્મસમર્પણ
X

મોડાસા તાલુકાના ખંભીસર ગામે વરઘોડા વિવાદમાં બુદ્ધિજીવી યુવા ફોરમ અને રાષ્ટ્રીય હિતરક્ષક દળના અગ્રણી હસમુખ સક્સેના એ એસ. પી. કચેરી ખાતે આત્મ સમર્પણ કર્યું છે. ખંભીસર વરઘોડા ઘર્ષણ સમયે હસમુખ સક્સેના પણ ઉપસ્થિત હતા અને પોલીસે તેમના પર વરઘોડામાં ઉશ્કેરણી જનક ભાષણનો આરોપ લગાવ્યો હતો. તેમના સંબોધન પછી ઘર્ષણ અને ત્યારબાદ બંને પક્ષે સામ-સામા પથ્થરમારામાં પોલીસ કર્મચારીઓ અને સરકારી વાહનોમાં તોડફોડ થતાં હસુમખ સક્સેના સામે પણ ફરિયાદ નોંધાઈ હતી.

ઉલ્લેખનીય છે કે, ખંભીસર ગામે દલિત સમાજનો વરઘોડો કાઢાવાને લઇને કેટલાક લોકોએ વિરોધ કરવાના ઇરાદે મહિલાઓ જાહેર રસ્તા પર બેસીને ભજન કિર્તન કરવા બેઠી હતી.

ત્યારે મોડાસા રૂરલ પોલીસ સ્ટેશનમાં અનુ.જાતિ સમાજના અગ્રણી હસમુખ સક્સેના સહીત ચાર શખ્શ અને ત્રણસો લોકોના ટોળા સામે ફરિયાદ નોંધી હતી. આ ઘટનાના બાવીસ દિવસ પછી હોસ્પિટલમાં સારવાર લઈ રહેલા હસમુખ સક્સેનાએ જિલ્લા પોલીસ વડાની કચેરી ખાતે આત્મસમર્પણ કરી લીધું હતું.

Next Story