Connect Gujarat
ગુજરાત

કચ્છ : ગળપાદર ઓવરબ્રિજ બન્યો અકસ્માત ઝોન, તંત્રને જગાડવા લોકોએ કર્યો ચકકજામ

કચ્છ : ગળપાદર ઓવરબ્રિજ બન્યો અકસ્માત ઝોન, તંત્રને જગાડવા લોકોએ કર્યો ચકકજામ
X

ગાંધીધામ

તાલુકાના ગળપાદર નજીક સાત વર્ષથી ઓવરબ્રિજ બનતો નહી હોવાથી સ્થાનિકોએ નેશનલ હાઇવે

પર ચકકાજામ કરી રામધુનની રમઝટ બોલાવી હતી.

ગાંધીધામના

ગળપાદર નેશનલ હાઇવે પર ઓવરબ્રિજનું નિર્માણ કાર્ય વર્ષોથી અટકેલું પડ્યું છે.

ઓવરબ્રિજ બનતો નહિ હોવાથી અકસ્માતના બનાવો બની રહયાં છે. આ સ્થળે છેલ્લા ત્રણ

મહિનામાં અકસ્માતના 28 જેટલા બનાવો

બની ચુકયાં છે. અકસ્માતના બનાવો વધી રહયાં હોવા છતાં તંત્ર કુંભકર્ણની નિંદ્રામાં

હોય તેમ લાગી રહયું છે. તંત્રને જગાડવા માટે સ્થાનિક રહીશોએ નેશનલ હાઇવે પર

ચકકાજામ કરી દીધો હતો અને રામધુનની રમઝટ બોલાવી હતી.કોંગ્રેસના જિલ્લા પ્રમુખ

યજુવેન્દ્રસિંહ જાડેજાએ જણાવ્યું કે નેશનલ હાઇવે ઓથોરિટી અવારનવાર કામ શરૂ કરવા

મુદ્દે વાયદાઓ આપે છે. આજે

ગામલોકોએ ચકકાજામ કરી દેતાં 15 માર્ચ સુધીમાં કામ પૂર્ણ થવાની ખાતરી આપી છે. જો ઓવરબ્રિજની કામગીરી ઝડપથી

પુર્ણ નહિ થાય તો ઉગ્ર આંદોલન કરાશે.

Next Story