કચ્છ : વાવાઝોડું લેશે તંત્રની “કસોટી”, દરિયાઇ વિસ્તારો NDRFના હવાલે

New Update
કચ્છ : વાવાઝોડું લેશે તંત્રની “કસોટી”, દરિયાઇ વિસ્તારો NDRFના હવાલે

અરબી સમુદ્રમાં સર્જાયેલું અને 35 કીમીનો વ્યાપ ધરાવતું તાઉતે વાવાઝોડુ મુંબઇમાં વિનાશ વેર્યા બાદ હવે ગુજરાત તરફ આગળ વધી રહયું છે. વાવાઝોડાના પગલે કચ્છ જિલ્લામાં તંત્ર એલર્ટ થઇ ચુકયું છે. ખાસ કરીને દરીયાકાંઠા વિસ્તારના ગામો ખાલી કરી દેવાયાં છે અને બચાવ તેમજ રાહત કામગીરી માટે NDRFની ટીમોને તૈનાત કરી દેવામાં આવી છે.

કચ્છમાં તાઉતે વાવાઝોડાની આફતને લઈને દરિયાઇ વિસ્તાર લેખાતા અબડાસા પંથકમાં તકેદારી વધારી દેવાઈ છે. પ્રાંત અધિકારી પ્રવિણસિંહ જેતાવતે ભારાવાંઢ, ભગોરીવાંઢ,મોહા ડી,જખૌ બંદર સહિતના વિસ્તારોની મુલાકાત લીધી હતી. તેમણે જણાવ્યું છે કે, હાલ અબડાસા તાલુકાના 24 ગામો ખાલી કરાવાયા છે. 2400 લોકોની વસ્તી ધરાવતું જખૌ ગામ ખાલી કરી દેવાયું છે લોકોને આશ્રયસ્થાનોમાં ખસેડવામાં આવી રહ્યા છે સ્થળાંતરિત કેન્દ્રોમાં લોકોને જમવાની સવલત  આપવામાં આવી રહી છે. અબડાસા તાલુકામાં તમામ ગ્રામ પંચાયતોને સૂચના આપી હોડીગ્સ દૂર કરી લેવામાં આવ્યા છે. અબડાસા તાલુકાના જખૌ બંદર ખાતે ડેન્જર સિગ્નલ નંબર 8 લગાવી દેવાયું છે.

વહીવટીતંત્રની મદદ માટે NDRFની ટીમો બોલાવાઇ

તાઉટે વાવાઝોડાના કારણે દરિયાકાંઠા વિસ્તારોમાં 165 થી 185 કીમી પ્રતિ કલાકની ઝડપે પવન ફુંકાવાની સંભાવના રહેલી છે. મુંબઇમાં વાવાઝોડાએ વેરેલા વિનાશને જોતાં ગુજરાતના લોકોની ચિંતામાં વધારો થયો છે. દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં દરિયો ગાંડોતુર બની ગયો છે. અને પવનના કારણે ધુળની ડમરીઓ ઉડી રહી છે અને કાચા મકાનો ધરાશાયી થઇ રહયાં છે. આવા સંજોગોમાં

બચાવ અને રાહત કામગીરી માટે એનડીઆરએફની ટીમો બોલાવી લેવામાં આવી છે. કચ્છની વાત કરવામાં આવે તો પંજાબના લુધીયાનાથી એનડીઆરએફના આસિસ્ટન્ટ કમાન્ડર રણજીતસિંહની ટીમ માધાપર યક્ષ મંદિર ખાતે તૈનાત કરાઈ છે. તેમની સાથે નાગરિક સંરક્ષણ કેન્દ્રના જવાનો પણ જોડાયા છે.

કચ્છ જિલ્લાના અનેક ગામડાઓને ખાલી કરાવી દેવાયાં

કચ્છમાં NDRF ની બે ટીમ ફાળવાઈ છે. જેમાં એક ટીમને આજે માંડવી મોકલવામાં આવી હતી. એનડીઆરએફની ટીમો દ્વારા માંડવી તાલુકાના ગુંદીયાળી - મોઢવા ગામે સ્થળાંતરની કામગીરી કરવામાં આવી હતી. આ ગામડાઓમાં વાવાઝોડાના કારણે નુકશાન થવાની સંભાવના વધારે છે. બંદરીય વિસ્તારોમાં એનડીઆરએફની ટીમોએ કમાન સંભાળી લીધી છે. 

Read the Next Article

ભારતીય ક્રિકેટ ટીમે બર્મિંગહામના એજબેસ્ટન ખાતે રમાયેલી બીજી ટેસ્ટ મેચમાં ઇંગ્લેન્ડને 336 રનથી કારમો પરાજય આપ્યો

ભારતીય ક્રિકેટ ટીમે બર્મિંગહામના એજબેસ્ટન ખાતે રમાયેલી બીજી ટેસ્ટ મેચમાં ઇંગ્લેન્ડને 336 રનથી કારમો પરાજય આપ્યો છે. આ વિજય સાથે ભારતે પાંચ મેચની શ્રેણી

New Update
cricket

ભારતીય ક્રિકેટ ટીમે બર્મિંગહામના એજબેસ્ટન ખાતે રમાયેલી બીજી ટેસ્ટ મેચમાં ઇંગ્લેન્ડને 336 રનથી કારમો પરાજય આપ્યો છે. આ વિજય સાથે ભારતે પાંચ મેચની શ્રેણી 1-1 થી બરાબર કરી લીધી છે.

આ ઐતિહાસિક જીતમાં કેપ્ટન શુભમન ગિલ ના બેટનો જાદુ, મોહમ્મદ સિરાજ ની ઘાતક બોલિંગ અને આકાશદીપ ના કુલ 10 વિકેટે મુખ્ય ભૂમિકા ભજવી હતી.

58વર્ષનો ઇંતજાર સમાપ્ત: એજબેસ્ટન પર પ્રથમ જીત!

બર્મિંગહામનું એજબેસ્ટન મેદાન ટેસ્ટ ક્રિકેટમાં ભારત માટે અત્યાર સુધી દુઃસ્વપ્ન સમાન રહ્યું હતું. ભારતે અહીં 1967 માં પહેલી ટેસ્ટ મેચ રમી હતી, પરંતુ અત્યાર સુધી આ મેદાન પર એકપણ ટેસ્ટ જીતી શક્યું ન હતું. કપિલ દેવ, વિરાટ કોહલી અને એમએસ ધોની જેવા દિગ્ગજ સુકાનીઓ પણ તેમની કેપ્ટનશીપમાં ભારતને અહીં જીત અપાવી શક્યા ન હતા. આખરે, શુભમન ગિલ ની કેપ્ટનશીપ હેઠળ ભારતે 58 વર્ષ લાંબા પરાજયના સિલસિલાનો અંત લાવ્યો અને ઇતિહાસ રચ્યો.

મેચનો સંપૂર્ણ સારાંશ

ઇંગ્લેન્ડે ટોસ જીતીને પહેલા બોલિંગ કરવાનું પસંદ કર્યું હતું, જે નિર્ણય પાછળથી તેમની ટીકાનું કારણ બન્યો. ભારતીય ટીમે પહેલા બેટિંગ કરતા કેપ્ટન શુભમન ગિલ ના શાનદાર 269 રનના બળ પર 587 રનનો વિશાળ સ્કોર બનાવ્યો. પ્રથમ ઇનિંગમાં યશસ્વી જયસ્વાલે 87 અને રવિન્દ્ર જાડેજાએ 89 રનનું યોગદાન આપ્યું. જવાબમાં, ઇંગ્લેન્ડ તરફથી હેરી બ્રુકે 158 રન અને જેમી સ્મિથે 184 રન બનાવ્યા, પરંતુ તેમના સિવાય અન્ય કોઈ બેટ્સમેન મોટી ઇનિંગ રમી શક્યો નહીં. પરિણામે, ઇંગ્લેન્ડની ટીમ 407 રનમાં ઓલઆઉટ થઈ ગઈ અને ભારતને પ્રથમ ઇનિંગમાં 180 રનની મોટી લીડ મળી.

Latest Stories