/connect-gujarat/media/post_banners/wp-content/uploads/2019/05/003.jpg)
મધ્યપ્રદેશ અને ગુજરાત બોર્ડર પર આવેલી ખંગેલા ચેકપોસ્ટ પર વાહનોની ચેકીંગ કરી રહેલા પોલીસ જવાનોને મધ્યપ્રદેશ તરફથી પુરપાટ આવતી વડોદરા પાર્સીંગની ખાનગી એમ્બયુલેન્સે બેરીયર તોડી પોલીસના જવાનો ઉપર ગાડી ચડાવી દેતા ૧ કોન્સટેબલ ૧ હોમગાર્ડ અને સર્વેલન્સ ટીમનો કેમેરામેનને અડફેટે લેતા તમામને દાહોદના ખાનગી હોસ્પિટલમાં ખસેડાયા હતા.
દાહોદ જીલ્લાના કતવારા પોલીસ મથકમાં ફરજ બજાવતા કોન્સ્ટેબલ મુકેશભાઇ દેસાઇ, હોમગાર્ડ પંકજભાઇ ભુરિયા સહિતનો પોલીસ સ્ટાફ તેમજ સર્વેલન્સ ટીમની સાથે ખંગેલા ચેકપોસ્ટ ઉપર વાહનોની ચેકિંગ કરી રહ્યા હતા. તે વખતે સાંજના સાત વાગ્યાના અરસામાં મધ્યપ્રદેશ તરફથી પુરપાટ આવેલી વડોદરા પાર્સિંગની GJ-06-AZ-0607 નંબરની ખાનગી એમ્બ્યુલન્સના ચાલકે કોઇ કારણોસર પોલીસને અવગણીને સૌ પ્રથમ બેરિયર તોડી નાખ્તા અને. તેજ વખતે તેની એડફેટમાં આવેલા કોન્સ્ટેબલ મુકેશભાઇ,હોમગાર્ડ પંકજભાઇ અને સર્વેલન્સ ટીમના કેમેરામેન પ્રભાતભાઇ પગી નાઓને અડફેટમાં લઇને ફંગોળ્યા હતાં. એમ્બયુલેન્સ ચાલક ભાગી છુટવાની લ્હાયમાં સ્ટેયરિંગ ઉપરથી કાબૂ ગુમાવતાં એમ્બ્યુલન્સ પણ ત્રણ થી ચાર વાર પલટી ખાઇ ગઇ હતી.
અને આ અકસ્માતમાં એમ્બ્યુલન્સમાં સવાર વડોદરાના કારેલીબાગનો પીયુષ સોલંકી અને ચાલક રણજીતસિંહ ગોહિલ ઘાયલ થયા હતાં. અકસ્માતની આ ઘટનાથી પોલીસ વિભાગમાં દોડધામ મચી ગઇ હતી. એમ્બ્યુલન્સમાં ઘાયલ થયેલા યુવાનોને ઝાયડસ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતાં જ્યારે ઘાયલ કર્મચારીઓને શહેરના ખાનગી દવાખાને ખસેડાયા હતાં. કોન્સ્ટેબલ મુકેશભાઇના બંને પગ ભાંગી ગયા છે જ્યારે પંકજભાઇ અને પ્રભાતભાઇનો પણ એક પગ ભાંગી જવા સાથે શરીરે ઇજાઓ થઇ હતી. આ બનાવ અંગે પીએસઆઇ આર.આર રબારીએ ગુનો દાખલ કરવાની તજવીજ હાથ ધરી છે. GJ-06-AZ-0607નંબરની ખાનગી એમ્બ્યુલન્સમાં ચાલક રણજીતસિંહ ગોહિલ અને તેની સાથે પીયુષ સોલંકી એસ,એસ,જી હોસ્પિટલમાંથી મૃતદેહ લઇને મધ્ય પ્રદેશ તરફ ગયા હતાં. અને ત્યાંથી પરત આવતી વખતે તેમણે આ અકસ્માત સર્જયો હતો. બંને દારૂ પીધેલી અવસ્થામાં હતાં કે પછી મધ્ય પ્રદેશ તરફથી દારૂ લાવી રહ્યા હોવાથી તેમણે આ અકસ્માત કર્યો તે પોલીસની તપાસમાં જ સામે આવે તેમ છે