Connect Gujarat
Featured

રાજકોટ : હવે સૌરાષ્ટ્રમાં પણ થાય છે મહાબળેશ્વરની “સ્ટ્રોબેરી”, જુઓ ગોમટાના ખેડૂતને કેવી રીતે આવ્યો વિચાર..!

રાજકોટ : હવે સૌરાષ્ટ્રમાં પણ થાય છે મહાબળેશ્વરની “સ્ટ્રોબેરી”, જુઓ ગોમટાના ખેડૂતને કેવી રીતે આવ્યો વિચાર..!
X

રાજકોટ જિલ્લાના ગોંડલ તાલુકના ગોમટા ગામના ખેડૂતે મહાબળેશ્વરના પ્રખ્યાત ફ્રુટ એવા સ્ટ્રોબેરીની સફળ ખેતી કરી છે, ત્યારે હવે સ્ટ્રોબેરીની ખેતી સૌરાષ્ટ્રમાં પણ શક્ય હોવાનો ખેડૂતે ઉત્તમ દાખલો પૂરો પાડ્યો છે.

આમ જોવા જઈએ તો, સૌરાષ્ટ્રના મોટાભાગના ખેડૂતો મગફળી અને કપાસ જેવા પાકનું વધુ વાવેતર કરતા હોય છે, ત્યારે ગોમટા ગામના ખેડૂતો મહાબળેશ્વર ખાતે ફરવા ગયા હતા, જ્યાં તેઓ સ્ટ્રોબેરી ફ્રુટની ખેતી જોઈ ખૂબ આકર્ષિત થયા હતા. સામાન્ય રીતે સ્ટ્રોબેરી ફ્રુટની ખેતી મહારાષ્ટ્ર, રાજસ્થાન અને જમ્મુ કાશ્મીર જેવા રાજ્યમાં થતી હોય છે, ત્યારે અહિયા આ ખેતી કરવી ઘણી મુશ્કેલ બને છે. પરંતુ સૌરાષ્ટ્રના ખેડૂતોએ સ્ટ્રોબેરીના બી પોતાના ગામમાં લાવી 8 વીઘા જમીનમાં ખેતી શરૂ કરી છે.

જોકે ગોમટા ગામના ખેડૂત રાજુ ધૂળિયાએ અશક્યને શક્ય કરી બતાવ્યું છે. તેઓએ જણાવ્યું હતું કે, તેઓ મહારાષ્ટ્રના ફરવાલાયક સ્થળ એવા મહાબળેશ્વર ખાતે ફરવા ગયા હતા, જ્યાં તેઓએ સ્ટ્રોબેરીની ખેતી જોઇ અને તે ખેતીને પોતે પણ કરવાનું વિચાર્યું હતું. સ્ટ્રોબેરીની ખેતી એ એક ટૂંકા ગાળાની ખેતી છે. આ ખેતી ખૂબ જ મુશ્કેલ પણ છે. જેમાં સ્ટ્રોબેરીનું ખૂબ ધ્યાન રાખવું પડે છે. ઉપરાંત અનુકૂળ વાતાવરણમાં જ સ્ટ્રોબેરીની ખેતી શક્ય બને છે, ત્યારે ગોમટા ગામના ખેડૂતે સ્ટ્રોબેરી ફ્રુટની સફળ ખેતી કરી એક એવો દાખલો પૂરો પાડ્યો છે કે, હવે સ્ટ્રોબેરીની ખેતી સૌરાષ્ટ્રમાં પણ શક્ય બની છે.

Next Story