Connect Gujarat
Featured

મણિપુર: અમિત શાહે કર્યા માં કામાખ્યાના દર્શન, વિકાસ પરિયોજનાઓનું કર્યું ઉદ્ઘાટન

મણિપુર: અમિત શાહે કર્યા માં કામાખ્યાના દર્શન, વિકાસ પરિયોજનાઓનું કર્યું ઉદ્ઘાટન
X

ગૃહ મંત્રી અમિત શાહ આજે પૂર્વોત્તરના પ્રવાસે છે. ત્યારે મણિપુરની રાજધાની ઇંફાલની મુલાકાત લીધી હતી. દરમિયાન કેટલીક વિકાસ પરિયોજનાઓનું ઉદ્ઘાટન કર્યું હતું.

કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહ રવિવારે મણિપુરની રાજધાની ઇમ્ફાલની મુલાકાતે છે. એરપોર્ટ પર મુખ્યમંત્રી એન બિરેન સિંઘ અને કેન્દ્રીય મંત્રી જિતેન્દ્ર સિંહે તેમનુ સ્વાગત કર્યુ. અમિત શાહએ ત્યારબાદ મણિપુર વિકાસ યાત્રાને સંબોધન કર્યુ. આ દરમ્યાન તેમણે કેટલીય વિકાસ પરિયોજનાનુ ઉદ્ઘાટન કર્યુ.

સંબોધનમા તેમણે કહ્યુ કે, છેલ્લા ત્રણ વર્ષમા અમે કોઇ બંધ જોયુ નથી. છ વર્ષમા લગભગ બધા સશસ્ત્ર સમૂહો એક પછી એક પીછેહટ કરી ગયા. આ વડાપ્રધાન મોદીની દીર્ઘદષ્ટિ છે. અમિત શાહે કામાખ્યાના દર્શન કર્યા હતા.

ઉલ્લેખનીય છે કે, 2022માં મણિપુરમાં વિધાનસભાની ચૂંટણીઓ યોજાશે. ત્યારે ભાજપ સંપૂર્ણ બહુમતિવાળી સરકાર બનાવવા માંગે છે. જેની તૈયારીઓ અત્યારથી જ શરૂ કરી દેવામાં આવે છે. જેના ભાગરૂપે અમિત શાહ પૂર્વોત્તરનો પ્રવાસ કરી રહ્યા છે.

Next Story