Connect Gujarat
Featured

"મેગા ડીમોલેશન" : આક્રંદ સાથે દુકાનો નહીં તોડવા વલસાડ પાલિકાને દુકાનદારોએ કરી વિનંતી, જુઓ પછી શું થયું..!

મેગા ડીમોલેશન : આક્રંદ સાથે દુકાનો નહીં તોડવા વલસાડ પાલિકાને દુકાનદારોએ કરી વિનંતી, જુઓ પછી શું થયું..!
X

વલસાડ શહેરના કલ્યાણ બાગ સર્કલ નજીક આવેલ નગરપાલિકાના રિઝર્વ પ્લોટમાં પાલિકા તંત્ર દ્વારા મેગા ડીમોલેશન હાથ ધરવામાં આવ્યું હતું, ત્યારે વિધવા મહિલાઓ અને દુકાનદારો આક્રંદ સાથે દુકાનો નહીં તોડવા માટે તંત્રને વિનંતી કરી હતી, જોકે ડીમોલેશન યથાવત રખાતા દુકાનધારકો અને પોલીસ વચ્ચે ઘર્ષણ સર્જાયું હતું.

વલસાડ શહેરના સ્ટેશન રોડ નજીક આવેલ કલ્યાણ બાગ સર્કલ પાસે વર્ષોથી નગરપાલિકાનો રિઝર્વ પ્લોટ આવેલ છે. જેમાં આશરે 40 વર્ષથી દુકાનધારકોને જગ્યા ફાળવવામાં આવી હતી, ત્યારે મોટા મોટા રેસ્ટોરન્ટ અને હોટલો ઊભી કરી દુકાનધારકો દ્વારા કાયદેસરનો કબજો મેળવવાનો પ્રયાસ થતો રહ્યો હતો. જેના કારણે અનેકવાર આ મામલો કોર્ટમાં પણ પહોચ્યો હતો, ત્યારે કોર્ટના નિર્ણય બાદ છેવટે વલસાડ જિલ્લા કલેક્ટરના આદેશથી નગરપાલિકા દ્વારા રિઝર્વ પ્લોટને ખાલી કરાવવા માટે છેલ્લા 3 દિવસથી હિલચાલ શરૂ કરવામાં આવી હતી. જેને લઈને વેપારીઓ દ્વારા કોર્ટ જવાની પણ તૈયારી દર્શાવાઇ હતી. પરંતુ પાલિકાએ મક્કમ નિર્ધાર અને પોલીસ બંદોબસ્ત સાથે તમામ દુકાનધારકોને દુકાનો ખાલી કરવાનો આદેશ આપ્યો હતો. જેને લઈને વલસાડ મામલેતદાર અને પાલિકાના ચીફ ઓફિસરે પોલીસને સાથે રાખી મેગા ડીમોલેશન હાથ ધર્યું હતું, ત્યારે વિધવા મહિલાઓ અને દુકાનદારોએ આક્રંદ સાથે દુકાનો નહીં તોડવા માટે વહીવટી તંત્રના અધિકારીઓને વિનંતી કરી હતી. જોકે તંત્ર દ્વારા ડીમોલેશન યથાવત રાખવામાં આવતા દુકાનધારકો અને પોલીસ વચ્ચે ઝપાઝપી સહિત ઘર્ષણ સર્જાયું હતું. જોકે મામલો વધુ ગરમાય નહીં તે માટે ઘટના સ્થળે પોલીસ કાફલો ખડકી દેવામાં આવ્યો હતો.

Next Story