Connect Gujarat
Featured

મધ્યપ્રદેશ: ઈન્દોરમાં કાર અકસ્માતમાં 4 વ્યક્તિના ઘટના સ્થળે મોત અન્ય 2ના સારવાર દરમિયાન મોત

મધ્યપ્રદેશ: ઈન્દોરમાં કાર અકસ્માતમાં 4 વ્યક્તિના ઘટના સ્થળે મોત અન્ય 2ના સારવાર દરમિયાન મોત
X

ઈન્દોરમાં પાર્ટી કરીને પરત ફરી રહેલા 6 મિત્રનાં મોત ફુલ સ્પીડ આવી રહેલી કાર ટેન્કરમાં ઘૂસી ગઈ, કોઈનો હાથ તો કોઈનું માથું ધડથી અલગ થયું થઇ ગયું હતું . રાત્રીના 12.45 વાગ્યે ઈન્દોરના તલવાલી ચંદા વિસ્તારમાં પેટ્રોલ પમ્પ પર ટેન્કર અને કારની ટક્કરમાં 6 લોકોનાં મોત નીપજ્યાં હતા. અકસ્માત બાદ મૃતદેહને કાઢવા માટે કારને કાપવી પડી હતી. તેમના પરિવારજનોને અકસ્માતની જાણકારી આપવામાં આવી હતી.

ફુલ સ્પીડે જતી કાર ટેન્કરની પાછળ અથડાઈ ગઈ હતી.આ ટક્કર એટલી જોરદાર હતી કે ડમ્પરનું સ્ટેપની તૂટી ગયું હતું અને કારની આગળ અને પાછળની સીટનો ભાગ લગભગ એકબીજાને ચોંટી ગયો હતો.

બે મિત્ર સીટ પરથી ઊછળીને બોનેટ પર આવી ગયા હતા. તેમાંથી કોઈનો હાથ તો કોઈનું માથું ઘડથી અલગ થઈ ગયાં હતાં.અને આ 6 યુવકો દેવાસ તરફથી આવી રહ્યા હતા.

આ 6 યુવકો માથી 4નાં ઘટનાસ્થળે જ મોત, અને 2 મિત્રનાં હોસ્પિટલમાં મોત નિપજ્યાં છે. કાર બહુ ખરાબ રીતે ડેમેજ થઈ ગઈ હતી.

Next Story
Share it