/connect-gujarat/media/post_banners/wp-content/uploads/2020/08/06195204/ji.jpg)
ફીલ્મ અભિનેતા સુશાંતસિંહ રાજપુત આત્મહત્યા કેસમાં બિહાર પોલીસ બાદ હવે ગુજરાતની પણ એન્ટ્રી થઇ છે. સુપ્રિમ કોર્ટે સીબીઆઇ તપાસનો આદેશ આપ્યાં બાદ નિયુકત થયેલી સ્પેશિયલ ઇન્વસ્ટેગેશન ટીમ (SIT)માં વડોદરા અને રાજકોટના પોલીસ કમિશનર રહી ચુકેલાં મનોજ શશીધર તથા વડોદરા ગ્રામ્યના એસપી રહી ચુકેલાં ગગનદીપ ગંભીરની વરણી કરવામાં આવી છે.
સુશાંતસિંહ રાજપુતના આત્મહત્યા કેસમાં રોજ નવા વળાંક આવી રહયાં છે. મુંબઇ પોલીસ અને બિહાર પોલીસ આ કેસની તપાસ ચલાવી રહયાં છે. મુંબઇ અને બિહાર પોલીસ વચ્ચે તપાસના મુદ્દે ખેંચતાણ ચાલી રહી છે. બિહાર સરકારે સુશાંત આપઘાત કેસમાં સીબીઆઇ તપાસની માંગ કરી હતી જેને કેન્દ્ર સરકારે ગ્રાહય રાખી હતી. સુપ્રિમ કોર્ટમાં સુનાવણી બાદ આ કેસની તપાસ સીબીઆઇને સોંપવામાં આવી છે. CBI તપાસ માટે કેન્દ્ર સરકારે નોટિફિકેશન બહાર પાડી દીધું છે. CBIની સ્પેશિયલ ઈન્વિસ્ટિગેશન ટીમ(SIT) ગુજરાત કેડરના બે IPSની આગેવાની આ કેસની તપાસ કરશે.
CBIની સીટ ગુજરાત કેડરના IPS મનોજ શશીધર અને ગગનદીપ ગંભીર સુશાંતસિંહ રાજપૂત મૃત્યુ કેસની તપાસ કરશે. ગુજરાત કેડરના અધિકારી મનોજ શશીધર વડોદરા અને રાજકોટના પોલીસ કમિશનર રહી ચુકયાં છે તેમજ એટીએસમાં પણ સારી કામગીરી કરી ચુકયાં છે. જયારે ગગનદીપ ગંભીર વડોદરા ગ્રામ્ય એસપી સહિત અન્ય સ્થળોએ ફરજ બજાવી ચુકયાં છે. અત્રે ઉલ્લેખનીય છે કે, સુશાંતસિંહના મોતના 50 દિવસ બાદ હવે સુશાંતના મોતને હત્યા ગણીને સીબીઆઇને તપાસ સોંપવામાં આવી છે. સુશાંતના પરિવારે એક્ટરની પ્રેમિકા રિયા ચક્રવર્તી પર આત્મહત્યા માટે ઉશ્કેરવાનો તથા છેતરપિંડીનો આક્ષેપ કર્યો છે.