Connect Gujarat
ગુજરાત

નર્મદા: આગામી લોકસભાની ચૂંટણી માટે તંત્ર બન્યું સજ્જ

નર્મદા: આગામી લોકસભાની ચૂંટણી માટે તંત્ર બન્યું સજ્જ
X

કાર્યક્રમ સંદર્ભે ૨૧-છોટાઉદેપુર લોકસભા મતવિસ્તારમાં સમાવિષ્ટ નર્મદા જિલ્લાના ૧૪૮-નાંદોદવિધાનસભા વિસ્તાર તેમજ ૨૨-ભરૂચ લોકસભા મતવિસ્તારમાં સમાવિષ્ટ ૧૪૯-દેડીયાપાડા વિધાનસભા વિસ્તારની ચૂંટણીલક્ષી કામગીરી અંગે નર્મદા જિલ્લા તંત્ર એ સમગ્ર કામગીરી આટોપી લીધી હોવાના સંદર્ભે નર્મદા જિલ્લા ચૂંટણી અધિકારી અને જિલ્લા કલેક્ટર આઇ.કે. પટેલે આજે રાજપીપલા કલેક્ટરાલય ખાતે જિલ્લાના પ્રિન્ટ-ઇલેક્ટ્રોનિક મિડીયાના માધ્યમ કર્મીઓ સાથે પત્રકાર પરિષદ યોજીને ચૂંટણી અંગે ની કામગીરી બાબતોની જાણકારી સાથે અન્ય આનુષંગિક બાબતોની આંકડાકીય માહિતીથી માધ્યમોને વાકેફ કર્યા હતા.

તેઓ સાથે જિલ્લા પોલીસ વડા હિમકરસિંહ અને ડીડીઓ ડૉ. જીન્સી વિલીયમ અને ચૂંટણી કામગીરી સાથે સંકળાયેલા સંબંધિત અન્ય અમલીકરણ અધિકારીઓની ઉપસ્થિતિમાં આજે યોજાયેલી ઉક્ત પત્રકાર પરિષદમાં માધ્યમો સાથે સીધો વાર્તાલાપ કરતા જિલ્લા ચૂંટણી અધિકારી આઇ.કે. પટેલે ઉમેર્યું હતું કે, નિષ્પક્ષ અને ન્યાયી ચૂંટણી પ્રક્રિયા પાડ પાડવા તંત્ર કટિબદ્ધ છે નર્મદા જિલ્લા તંત્ર આગામી લોકસભા ની ચૂંટણી માટે સજ્જ બન્યું છે.તો નર્મદા પોલીસ પણ સુરક્ષાને ધ્યાને રાખીને ચુસ્ત બંદોબસ્ત ગોઠવી દીધો છે. અને સાગબારા મહારાષ્ટ્રની બોર્ડર શીલ કરી દેવામા આવી છે.તો અસામાજીક તત્વો પર પોલીસે તવાઇ બોલાવી છે.

Next Story