Connect Gujarat
ગુજરાત

નર્મદા : જુના ઘાંટાનો ટકારા ધોધ ખીલી ઉઠ્યો, પ્રવાસીઓ માટે વધુ એક સ્થળ બન્યું પ્રવાસન સ્થળ

નર્મદા : જુના ઘાંટાનો ટકારા ધોધ ખીલી ઉઠ્યો, પ્રવાસીઓ માટે વધુ એક સ્થળ બન્યું પ્રવાસન સ્થળ
X

નર્મદા જિલ્લો કુદરતી સૌંદર્યથી ભરપૂર છે, ચોમાસાની ઋતુમાં જિલ્લાની વનરાજી એકદમ ખીલી ઉઠે છે, સાત પુડાની ગીરીમાળા ની ખોળે ઉછળતો આ આ નર્મદા જિલ્લો એટલો નયન રમ્ય બની જાય છે કે જેને જોવા પ્રવાસીઓ આતુર બને છે ત્યારે અહીંયા પહાડીઓ પરથી ધરસમસતા પ્રવાહ થી બનતો ધોધ પણ અનેક છે. જાણીતા ધોધ પર ઘણા જોયા પણ નર્મદા જિલ્લાના જુના ઘાંટા નો આ ટકારા ધોધ ચોમાસામાં એકદમ ખીલી ઉઠે છે. આ ધોધ ખુબ જૂનો અને જાણીતો છે પરંતુ વિકાસ ના અભાવે હજુ પ્રવાસીઓ અહીં સુધી પહોંચ્યા નથી.

નર્મદા જિલ્લાના નાંદોદ તાલુકાના ખોજલવાસ થી વળી જુના ઘાંટા ગામે પહાડીમાં વહેતી ખાડી પાર એક સુંદર ધોધ આવેલો છે, જેને સ્થનિકો ટકાઉ ધોધ કહેતા બાદમાં જે ટકારા ધોધ કહે છે તો કોઈ ઘાંટા ધોધ, કોઈએ ટંકારા ધોધ એવા નામોથી અહીંયા પ્રચાલિત છે. આધોધ ચોમાસામાં એટલો સુંદર દેખાય છે કે 25 થી 30 મીટર ઉંચેથી ધોળા 1દૂધજેવા પાણીનો પ્રવાહ ખુબ આહલાદક લાગે છે જ્યાં બેસી ને જોયા કરવાનું મન થાય સાથે અહીંયા સ્નાન કરવાનું સરળ છે સુરક્ષિત પણ છે.

જૂનાઘાટા નો આ ટકારા ધોધ મુખ્ય રોડ ને બોલકુલ 200 મીટર જેટલો જ દૂર છે પણ જે ધોધનો નજારો માણવા ઉપરથી નીચે ઉતરવું પડે છે જે મુશ્કેલી ભર્યું હોય છે એટલે પ્રવાસીઓ આવે છે પણ આ ધોધની મઝા લીધા વગર જાય છે કોલેજીયન યુવકો આવે છે જેઓ નીચે ઉતારી ધોધની મઝા લે છે. પરંતુ જો સરકાર આ ધોધ ને પ્રવાસન વિભાગ માં લે તો અને પ્રવાસન સ્થળ તરીકે વિકસાવે તો આ નર્મદા જિલ્લાનું એક નજરાણું બની જાય અને સ્થળ વધી જાય, સાથે સ્થાનિક લોકોને રોજગારી પણ મળે પ્રવાસીઓને ફરવાનું એક સુંદર સ્થળ મળે એમ છે તો આ ધોધને વિકાસની જરૂર છે.

રાજાની ઘોડી ચમકતા આ ધોધ નાનો કરાયો નર્મદાનો જુના ઘાંટાનો આ ટકારા ધોધ આદિઅનાદિ કાળ થી આવેલો છે પહેલા આ ધોધ 100 મીટર ની ઉંચાઈ થઇ પડતો જેનો અવાજ દૂર દૂર સુધી સંભળાતો. જોકે જેતે રાજા રજવાડા ના સમયે આ ધોધ ના આવાજ થી રાજાની પ્રિય ઘોડી ચમકતી હતી અને ભડકતી હોય રાજાએ વણઝારાઓને બોલાવી આ ધોધને ટાંચી ટાંચી ને અડધા ઉપર ખોદી કાઢ્યો જેથી અવાજ દૂર દૂર સુધી ના જાય તારથી આ ધોધ નાનો બની ગયો અને અવાજ પણ ઓછો કરે છે: રમેશ વસાવા (સ્થાનિક ગ્રામવાસી).

Next Story