Connect Gujarat
ગુજરાત

નર્મદા ડેમની સપાટીમાં થઈ રહ્યો છે વધારો, હાલ પાણીની આવક 44415 ક્યુસેક

નર્મદા ડેમની સપાટીમાં થઈ રહ્યો છે વધારો, હાલ પાણીની આવક 44415 ક્યુસેક
X

ઉપરવાસમાંથી થઈ રહેલી પાણીની આવકના કારણે હાલ ડેમની સપાટી 120.29 મીટરે પહોંચી

સરદાર સરોવર નર્મદા ડેમની સપાટીમાં દિન પ્રતિદિન સતત વધારો નોંધાઇ રહ્યો છે. ડેમનાં ૨૨૪ કીલોમીટરનાં કેચમેન્ટ વિસ્તારમાં ૧૭ ઓગસ્ટ બાદ વરસેલા ભારે વરસાદને કારણે હજુ પણ નર્મદા ડેમમાં પાણીની આવક સતત વધી રહી છે. આજે ડેમની સપાટી 120.29 મીટર અને પાણીની આવક -પાણીની આવક 44415 ક્યુસેક થઈ રહી છે.

પાણીની થઈ રહેલી આવકનાં પગલે કેનાલમાં પાણીની જાવક - 5602 ક્યુસેક કરવામાં આવી છે. તો ગોડબોલે ગેટ મારફતે નર્મદા નદીમાં 610 ક્યુસેકે પાણી છોડાઈ રહ્યું છે. ઈન્દિરાસાગર ડેમમાંથી પાણી છોડાતાં 36902 ક્યુસેક્સ પાણીની આવક થઇ છે. તો ડેમમાં હાલ લાઇવસ્ટોક પાણીનો જથ્થો 1269 mcm છે. ગુજરાત માટે નર્મદા ડેમમાં પાણીની આવાક મહતવપૂર્ણ છે. કારણ કે, ૧૪ લાખ હેકટર જમીનમાં સિંચાઇ થાય છે. અને ૩૧૦૦ ગામડાઓ અને ૧૩૫ સહેરોને પિવાનું પાણી પૂરૂ પાડે છે. તેમજ ૧૪૫૦ મેગાવોટ વિજળીનું ઉત્પાદન થાય છે.

Next Story