નર્મદા: સરકાર ઇકો ફ્રેન્ડલી સ્થળ તરીકે એકતાનગરી વિકસાવશે, સોલાર સિસ્ટમથી સજ્જ બનાવવા યુદ્ધના ધોરણે તૈયારીઓ

નર્મદા જિલ્લામાં એકતાનગરીનું નિર્માણ થવા રહ્યું છે. સરકાર દ્વારા એકતાનગરીના નામે ઇકો ફ્રેન્ડલી સ્થળ બનાવવાની તૈયારીઓ યુદ્ધના ધોરણે ચાલી રહી છે. જેની જાહેરાત રાજ્યના મુખ્યમંત્રી વિજય રૂપાણીએ કરી છે. આ સ્થળને હજુ મહેસુલી દરજ્જો આપવાનો બાકી છે.
એકતા નગરીના મોટાભાગના પ્રોજેક્ટો સોલાર સિસ્ટમ થી ચલાવવામાં આવશે. એટલે કે પ્રોજેક્ટોના વિસ્તારને વપરાશ મુજબ વીજળી મળી રહે તે રીતે સોલાર પેનલો લગાવવામાં આવશે. સ્ટેચ્યુ ઓફ યુનિટી અને નર્મદા બંધની આજુબાજુમાં આવેલ મોટાભાગના પ્રોજેક્ટોમાં આ કોન્સેપ્ટ રાખવામાં આવ્યો છે. જેમાં સેવ એનર્જી અને ક્લીન એનર્જી સાથે ગ્રીન કોન્સેપ્ટ સરકારનો હેતુ છે. હાલ સોલાર પ્લાન્ટ 1350 કિલો વોટનો છે અને યુદ્ધના ધોરણે કામગીરી ચાલી રહી છે. સ્ટેચ્યુની આજુબાજુમાં જે પ્રોજેક્ટો બની રહ્યા છે જ્યાં હાલ કામગીરી ચાલુ છે. 1345 જેટલા પાવર જનરેટર કરી ક્લીન ઇકો ટુરિઝમ સાથે આ સ્થળને ગ્રીન સ્પોર્ટ આપવામાં આવશે.
- તો ક્યાં ક્યાં અને કેટલા વોટની સોલર સિસ્ટમ લગાડવામાં આવી છે જોઈએ તો...
ચિલ્ડ્રન ગાર્ડન 250 મેગા વોટ
જંગલ સફારી 900 મેગાવોટ
રિવર રાફટિંગ 20 મેગાવોટ
રેવા ભવન 35 મેગાવોટ
કેક્ટસ ગાર્ડન 100 મેગાવોટ
સર્કિટ હાઉસ 40 મેગાવોટ
બટરફલાય ગાર્ડન 35 મેગાવોટ
સાથેની સોલાર સિસ્ટમન લગાડવામાં આવી છે.