માં આધ્યશક્તિની આરાધના સાથે શ્રદ્દાળુઓ નવ દિવસ સુધી કઠોર તપસ્યા અને ઉપવાસ કરતા હોય છે. ત્યારે ઉપવાસ દરમિયયાન જો પ્રવાહી કે ફરાળ આરોગતા હોય તો સાબુદાણાનો ચેવડો બની રહેશે ઉત્તમ. તેને રોજેરોજ બનાવવાની જરૂર નથી. માત્ર એક વખત બનાવી તેને સ્ટોર કરી શકાશે. તો આવો જાણીએ કેવી રીતે બનશે સાબુદાણાનો ચેવડો.

જરૂરી સામગ્રી

– 1 કપ સાબૂદાણા
– અડધો કપ મગફળી
– 2 બટાકા
– 2 મોટી ચમચી ખાંડ પાઉડર
– સ્વાદ પ્રમાણે સિંધવ મીઠું
– 10-12 લીમડો
– તળવા માટે ઘી/ તેલ
– 15-20 બદામ

સાબુદાણાનો ચેવડો બનાવવાની રીત

– સૌથી પહેલાં સાબૂદાણા એક કપ પાણીમાં મિક્સ કરીને તેને 5 મિનિટ સુધી મૂકી રાખે. ત્યારબાદ સાબૂદાણાને પાણીથી અલગ કરી એક વાસણમાં મૂકી દો.
– બટાકાને છોલીને છીણી રાખો. છીણતી વખતે બટાકાને વધારે પાતળા કરવા નહીં.
– બટાકાના છીણને થોડી વાર બરફના પાણીમાં ડુબાડીને રાખો. ત્યાર પછી હથેળીથી દબાવીને તેનું પાણી કાઢી એક પ્લેટમાં ખુલ્લા કરીને મૂકી દો.
– કઢાઈમાં તેલ નાખી તેને ધીમા તાપે ગરમ થવા માટે મૂકો.
– તેલ ગરમ થયું છે કે નહી તે ચેક કરવા માટે તેલમાં એક સાબૂદાણા નાખીને જુઓ. જો આ દાણો ફૂલીને તેલમાં ઉપર આવી જાય તો સમજવું કે તેલ ગરમ થઈ ગયું છે.
– હવે ધીમા તાપે તેમાં અડધા-અડધા કરીને સાબૂદાણા નાખી તળી લો. તળતા સમયે ધ્યાન રાખજો કે તાપ ધીમો રહે. ફુલ તાપ પર સાબૂદાણા ફૂલી તો જશે પણ અંદરથી કાચ રહેશે.
– સાબૂદાણા તળી લીધા પછી તેને એક મોટા વાસણમાં કાઢી લો.
– ત્યારબાદ તેલમાં મગફળી અને બદામ નાખીને 4-5 મિનિટ સુધી તળીને કાઢી લો.
– મગફળી તળ્યા પછી તેલમાં થોડા થોડા કરીને બટાકાનું છીણ નાંખી કુરકુરા થતાં સુધી તળી લો. એને ત્યાં સુધી તળવા કે જ્યાં સુધી તે કરકરા ન થાય.
– ત્યારબાદ ગેસ બંધ કરી બંદ કરી તેલમાં લીમડો નાખી તેને પણ તળીને કાઢી લો.
– હવે સાબૂદાણમાં મગફળી, લીમડો, બટાકા, ખાંડ અને મીઠું નાખી સારી રીતે મિક્સ કરી લો.
– તો હવે તૈયાર છે નવરાત્રિ સ્પેશિલ સાબૂદાણાના નમકીન
– આ સાબુદાણા નમકીનને એક ડિબ્બામાં ભરીને રાખી શકાય છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here