નવસારી: સાંસદ સી.આર. પાટીલે ત્રીજીવાર પાર્ટીએ પસંદગી ઉતારતા જંગી મેદની સાથે નોંધાવી ઉમેદવારી

New Update
નવસારી: સાંસદ સી.આર. પાટીલે ત્રીજીવાર પાર્ટીએ પસંદગી ઉતારતા જંગી મેદની સાથે નોંધાવી ઉમેદવારી

ભારતીય જનતા પાર્ટી એ નવસારી લોકસભાના ઉમેદવાર તરીકે સી આર પાટીલની ત્રીજીવારની પસંદગી ઉતારતા આજે નવસારી લોકસભાના ઉમેદવાર તરીકે સાંસદ જંગી મેદની સાથે પોતાનું ઉમેદવારીપત્ર ભરવા નવસારી આવી પહોંચ્યા હતા.

વિશાળ રેલી સાથે નીકળેલા સી આર પાટીલની મેદનીના આકાશી દ્રશ્યો કેમેરામાં કેદ થયા હતા.આ વિશાળ નજારો નવસારીના જાહેરમાર્ગો પર નિહાળવા મળ્યો હતો. સાંસદ સી. આર. પાટિલના ઉમેદવારી પત્રમાં ભારતીય જનતા પાર્ટીના મહામંત્રી ભરતસિંહ પરમાર અને કેબિનેટ મંત્રી ગણપત વસાવા સહીત નવસારી લોકસભામાં આવતી ૭ વિધાનસભાના ધારાસભ્યો ઉપસ્થિત રહ્યા હતા.