નવસારી : 100થી વધુ સાયકલીસ્ટોએ 28 કીમી સુધી ચલાવી સાયકલ, જાણો તેમનો હેતું

સમગ્ર વિશ્વમાં વાહનોની સંખ્યામાં વધારો થવાની સાથે
ધુમાડાઓના કારણે થતાં પ્રદુષણની માત્રા વધી છે ત્યારે નવસારીમાં લોકો સાયકલનો
વધુમાં વધુ ઉપયોગ કરે તેવા હેતુથી સાયકલ રેસનું આયોજન કરાયું હતું.
નવસારી શહેરમાં પ્રદૂષણ પર નિયંત્રણ મેળવવા માટે
નવસારી સાયકલીસ્ટ ગૃપ અને જિલ્લા ટ્રાફિક પોલીસના ઉપક્રમે એક સાઇકલ રેસનું આયોજન
કરવામાં આવ્યું. જેમાં નવસારીના ૧૦૦થી વધુ સાયકલીસ્ટએ ભાગ લીધો હતો. રેસના આયોજનનો મુખ્ય હેતુ
લોકોને સાયકલનો વધુમાં વધુ ઉપયોગ કરવા માટે જાગૃત કરવાનો હતો. સાયકલના વપરાશથી
માાણસ પોતે તંદુરસ્ત પણ રહી શકે છે અને વાહનોનો વપરાશ ઘટતાં પ્રદુષણ ઘટાડવામાં પણ
મદદ મળી શકે તેમ છે. સાયકલ રેસમાં 10 વર્ષના બાળકોથી લઇ 80 વર્ષ સુધીના વયસ્કોએ ભાગ લઇ જનજાગૃતિના પ્રયાસમાં
પોતાનું યોગદાન આપ્યું હતું.
૨૮ કિલોમીટરની આ રેસ પૂર્ણ કરનાર સ્પર્ધકોને ઇનામો અને
ટ્રોફીઓ આપી સન્માનિત કરવામાં આવ્યા હતાં.